બાળપણમાં જયા બચ્ચને શ્વેતાને ખૂબ મેથીપાક ચખાડ્યો છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/Jaya.webp)
મુંબઈ, બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી અને અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચનના ગુસ્સાથે સૌ કોઈ વાકેફ છે. તાજેતરમાં જ તેમણે ઈવેન્ટમાં એક વ્યક્તિને ધમકાવી કાઢ્યો હતો. પત્રકારના પ્રશ્નો પસંદ ના આવે તો પણ જયા બચ્ચન ગુસ્સે થઈ જાય છે.
પાપારાઝી તો તેમના ગુસ્સાનો શિકાર અનેક વાર બન્યા છે. જયા બચ્ચનનો ગુસ્સો માત્ર બહારના લોકો માટે, તેમની દીકરી શ્વેતા બચ્ચને તાજેતરમાં જ ખુલાસો કર્યો કે તેણે પણ બાળપણમાં મમ્મીના હાથનો ખૂબ માર ખાધો છે.
ઉલ્લેખનીય છે કે નવ્યા નવેલી નંદાએ એક પોડકાસ્ટની શરુઆત કરી છે, તેનું નામ છે What the hell Navya. આ પોડકાસ્ટના ત્રીજા એપિસોડમાં નવ્યાની મમ્મી શ્વેતા બચ્ચન અને નાની જયા બચ્ચને બચ્ચન પરિવારને લગતી ઘણી વાતો કરી હતી.
તેમણે બાળપણના ઘણાં કિસ્સા સંભળાવ્યા. શ્વેતાએ જણાવ્યું કે કેવી રીતે જયા બચ્ચન તેને મેથીપાક આપવામાં કોઈ કસર બાકી નહોતા રાખતા. શ્વેતાએ જણાવ્યું કે તે ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લે તે વાતનું જયા બચ્ચન ખાસ ધ્યાન રાખતા હતા.
શ્વેતા બચ્ચને જણાવ્યું કે તેણે ભરતનાટ્યમ ક્લાસમાં જવુ પડતુ હતું, સાથે જ હિન્દી ક્લાસિકલ મ્યુઝિક પણ કરવુ પડતુ હતું. સ્વિમિંગ, સિતાર અને પિયાનો પણ શીખવા જતી હતી. એક પણ એવી વસ્તુ નહોતી જે શીખવા જયા બચ્ચન તેમને ના મોકલતા હતા.
શ્વેતા જણાવે છે કે, મા મને થપ્પડ મારવામાં ક્યારેય કસર બાકી નહોતા રાખતા. મેં ઘણાં થપ્પડ ખાધા છે. એક વાર તો મને યાદ છે મારા પર જાણે વરસી જ પડ્યા હતા. આ દરમિયાન જયા બચ્ચને પોતે જ જણાવ્યું કે, અભિષેકને કદાચ જ આટલો માર પડ્યો હોય. મારું માનવુ છે કે હંમેશા પ્રથમ બાળકને વધારે માર ખાવો પડે છે.
બાળપણમાં મને પણ ખૂબ માર પડ્યો હતો. મારી બહેનોને એટલો નથી પડ્યો. શ્વેતા બાળપણમાં ખૂબ જિદ્દી હતી અને ચિડિયાપણું પણ હતુ. માતા-પિતા બાળકોને ત્યારે જ મારે છે જ્યારે તે પોતાના પર ગુસ્સે હોય છે, કારણકે તેમનાથી તે સ્થિતિ સંભાળી નથી શકાતી. તેમનું આ રિએક્શન હોય છે તે બાળકો પર નીકળે છે.
ત્યારપછી શ્વેતા બચ્ચને પિતા અમિતાભ બચ્ચનનો પણ ઉલ્લેખ કર્યો. શ્વેતાએ જણાવ્યું કે, ડેડી મોટાભાગે એક જ પ્રકારની સજા આપતા હતા. તે એક ખૂણામાં ઉભા કરી દેતા હતા. મને તે સજા ખૂબ પસંદ હતી કારણકે હું ત્યાં ઉભી ઉભી પોતાની સાથે વાતો કરતી હતી, વાર્તાઓ ઘડતી હતી.
નવ્યાએ પણ પોતાના બાળપણનો એક કિસ્સો યાદ કર્યો. નવ્યાએ જણાવ્યું કે, મને યાદ છે કે બાળપણમાં હું આખો દિવસ નાનાની ઓફિસમાં બેસી રહેતી હતી અને તેમની સેક્રેટરી હોવાનું નાટક કરતી હતી. પરિવારમાં મારું નામ રિપોર્ટર રાજૂ રાખવામાં આવ્યુ હતું કારણકે હું બધી વાતો કહેતી રહેતી હતી.SS1MS