લોકસભા ચૂંટણી સંદર્ભે ગાંધીનગર લોકસભાની ‘લોયર મીટ’ યોજાઈ
અમદાવાદ, આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે સોમવારે અમદાવાદ ખાતે ગાંધીનગર લોકસભાની ‘લોયર મીટ’ રાજ્ય સરકારના આરોગ્ય અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી રુષીકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ.
આ પ્રસંગે ગાંધીનગર લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ કે.સી.પટેલ, , રાજ્યસભાના સાંસદ શ્રી મયંક નાયક , આઇ. ટી. વિભાગના પ્રદેશ કન્વીનર શ્રી નિખીલ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે. પટેલ તથા મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યાં. આ અવસરે પધારેલા સૌ ધારાશાસ્ત્રીઓએ ભારતીય જનતા પાર્ટીના આગામી સંકલ્પ પત્ર માટે સૂચન પેટીમાં સૂચનો આપ્યા.