Western Times News

Gujarati News

ડભોઈમાં આભ ફાટ્યુ ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદ

વડોદરા, ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. અમુક વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ પ્રવર્તી છે. ત્યારે ડભોઇમાં છેલ્લા ૨ કલાકમાં ૪ ઇંચ જેટલો વરસાદ નોધાયો છે. ડભોઇમાં ચાર ઈંચ વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. અનેક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. મુખ્ય રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાયા છે. ત્યારે તંત્રના પ્રિ-મોનસુન કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉઠ્‌યા છે.

નોંધનીય છે કે, સુરત-નવસારી રાજ્ય ધોરીમાર્ગ બંધ કરાયો છે. પૂર્ણા નદી ગાંડીતુર થતાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીના પાણી ફર્યા છે. પૂર્ણા નદી ગાંડીતૂર થતા મોટું એલર્ટ અપાયું છે. ડભોઇમાં ચાર ઈંચ વરસાદથી વિમલ, આયુષ, ગોવિંદ, મોહનપાર્ક સહિતની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. તમામ બાગ બગીચામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું છે. હાલ ડભોઇમાં વરસાદે વિરામ લીધો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લાના ડભોઈમાં અનેક ઠેકાણે જનજીવન ખોરવાયું છે. ડભોઈની ઘનશ્યામ પાર્ક, પ્રભુદાસ પાર્ક, સત્યમ પાર્ક અને ઉમા સોસાયટીમાં લોકોના ઘરોમાં વરસાદના પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડભોઈની દેવ અને ઢાઢર નદીએ વિનાશ વેર્યો છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.