દાહોદમાં કૌભાંડીઓએ ૬ નકલી કચેરીઓના ૭ જુદીજુદી બેકોમાં ખાતા ખોલાવ્યા હતા
દળદાર ચાર્જશીટમાં સાત બેંકોના ર૦૦ જેટલા સ્ટેટમેન્ટ પણ સામેલ કરાયા-નકલી કચેરી કૌભાંડની 3434 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરાઈ
દાહોદ, નકલી કચેરી કૌભાંડમાં અત્યાર સુધી ૧૩ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે જયારે બે આરોપીઓ વોન્ટેડ છે. આ કૌભાંડમાં પોલીસ ફરીયાદ નોધાયાના ત્રણ માસ પછી પોલીસે ફરીયાદ નોધાવતા ત્રણ માસ પછી દાહોદની અદાલતમાં ૩૪૩૪ પાનાની દળાદાર ચાર્જશીટ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.
છોટાઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
આ કૌભાંડડનો રેલો દાહોદ સુધી પહોચતા જીલ્લાના સરકારી તેમજ રાજકીય આલમમાં ભુકંપ આવ્યો હતો. કારણ કે છોટાઉદેપુરના જ ભેજાબાજોએ દાહોદ જીલ્લામાં એક બે નહી પરંતુ એક સાથે ૬ સિંચાઈ વિભાગની મંડળી કચેરીઓ ખોલની જે તે સમયે ૧૦૦ કામો મંજુર કરવી ૧૮.પ૯ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો ભંડાલેડ થયો હતો.
જેની પોલીસ ફરીયાદ ૧૦-૧૧-ર૦ર૩ના રોજ નોધાવાઈ હતી. નકલી કચેરીના નકલી બાબુઓઅએ અસલી કચેરીઓના અસલી બાબુઓએ અસલી કચેરીઓના અસલી બાબુઓ સાથે મળીની રોકડી કરી લેવાની એક પછી એક કડીઓ મળતા પોલીસે ધરપકડનો દોર દારૂ કર્યો હતો. જેમાં ૭ સરરકારી બાબુઓ કે જેમાં પૂર્વ આઈએસ ઓફીસર અને તાત્કાલીન પ્રાયોજના વહીવીટદાર તેમજ નાની સિંચાઈ વિભાગના કાર્યાપાલક ઈજનેરનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે નકલી કચેરીઓના માસ્ટર માઈન્ડ સહીત અડધો ડઝન મળતીયાઓ પણ જેલની હવા ખાઈ રહયા છે. સૌથી પહેલી ધરપકડ નકલી ઈજનેર બનીને ખેલ પાડનાર સંદીપ રાજપુતની થઈ હતી.પોલીસે જે તે સમયે ૧૩૦ જેટલા બેક એઅકાઉન્ટની તપાસ હાથ ધરી હતી અને તેમાંથી ૭૦ જેટલા બેક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
અને લેવડદેવડની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ભેજાબાજોએ ૬ નકલી કચેરીઓના ૭ જુદીજુદી બેકોમાં ખાતા ખોલાવ્યા હતા. અને તેના મારફતે સરકારના કરોડો ચાંઉ કરવાનો કારસો રચ્યો હતો. આવા વિવિધ બેક એકાઉન્ટના ર૦૦ જેટલા સ્ટેટમેન્ટ સહીત અન્ય દસ્તાવેજી પુરાવા તેમજ અન્ય જવાબો મળી કુલ ૩૪૩૪ પાનાની ચાર્જશીટ દાહોદ પોલીસ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. હવે કોર્ટ કેસની બોર્ડપર લાવશે ત્યારે વકીલો વચ્ચે દલીલો શરૂ થશે.