દિલ્હીમાં પુરુષ મિત્રએ પ્રેમિકાની હત્યા કરી લાશને નાળામાં ફેંકી દીધી

જયપુર, દિલ્હીમાં એક પુરુષ મિત્રે પ્રેમિકાની હત્યા કરી દેવાની ઘટનાએ ચકચાર મચાવી છે. આ મહિલા છેલ્લાં એક અઠવાડિયાથી ગુમ હતી.
મહિલાની લાશ છાવલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક નાળામાંથી મળી હતી. જેને પગલે પોલીસ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક કોમલ પોતાના પરિવારની સાથે સુંદર નગરી વિસ્તારમાં રહેતી હતી.
કોમલની મિત્રતા આસિફ નામના યુવાન સાથે હતી. આસિફ ટેક્સી ચલાવતો હતો. કોમલની લાશ મળ્યા પછી પોલીસે સીસીટીવી ફુટેજ ચકાસીને કારના નંબરના આધારે આસિફની પૂછપરછ કરી હતી. આકરી પૂછપરછ બાદ આસિફે કહ્યું કે તે અને કોમલ મિત્ર હતા.
૧૨ માર્ચે તે ટેક્સીમાં બેસાડીને ફરવા માટે લઇ જઇ રહ્યો હતો ત્યારે તેમની વચ્ચે કોઇ દલીલ થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા આસિફે કોમલનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. એ પછી અનેક કલાક સુધી તે લાશ લઇને દિલ્હીના માર્ગાે પર ફર્યાે હતો. પછી તેણે મૃતદેહ સાથે એક મોટો પથ્થર બાંધીને તેને નાળામાં ફેંકી દીધો હતો.SS1MS