ગોધરામાં ચોરી મામલે નામ લેતા હથિયારથી હુમલો કર્યો
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના હાફિઝ પ્લોટ અબ્દુલ રહીમ મસ્જિદ પાસે રહેતા શબ્બીરભાઈ કંજરીયા એ ગોધરા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે શુક્રવારના રોજ ઝુમ્માનો દિવસ હોવાથી તેમની પત્ની તેમના બે છોકરાઓને લઈ તેમના પિતાના ઘરે ગયા હતા.
તે પછી શબ્બીર ભાઈ સાત વાગે પોતાના ઘરે લોક મારીને બહાર નીકળ્યાં હતા.ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમે ઘરના દરવાજામાં પ્રવેશ કરીને ઘરમાં મૂકી રાખેલ લાકડાના કબાટમાંથી રૂ.૭.૨૦ લાખની ચોરી કરી લઈ ગયા હતા. ત્યારે પરત ઘરે આવી જાેયું તો લાકડાનું કબાટ ખુલ્લું હતું.
જેમાં તેમના મામાની દુકાનનો વહીવટ તેઓ જાતે કરતા હતા.જેમાં રોજે રોજ આવતા રૂ. ૧૫ થી ૨૦ હજાર તેઓ તેમના ઘરે ભેગા કરતાં હતાં.જે અંદાજે રૂ.૭.૨૦ લાખની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી ગયા હતા.જેથી શબ્બીર ભાઈ એ તાત્કાલિક તેઓના મામાનો સંપર્ક કર્યો હતો.
જેથી તેમના મામા અને તેઓ આજુબાજુ ચોરી વિશે તપાસ કરતા હતા. ત્યારે વાતો વાતમાં જાણવા મળેલ કે શુક્રવારની ચોરી હુસેન ફારૂક અસ્લા ઉર્ફે લાભરા રહે.સાતપુલ, જૂની રોજી હોટલની પાછળ ગોધરા એ કરી છે. જેથી શબ્બીર ભાઈ અને તેમના મામાએ રાત્રીના હુસેન ફારુક અસ્લા ઉર્ફે લાભરાને ઘરે બોલાવી ચોરી કોણે કરી છે તે બાબતે કંઈ જાણે છે કે કેમ તેઓ તેને પૂછતાં તેને જણાવ્યું હતું કે પોતે કઈ જાણતો નથી.
ત્યારબાદ બીજા દિવસે ઘરના બાજુના સીસીટીવી ફૂટેજ જાેતા હતા.અને ત્યારબાદ ગોધરાના સીમલા ખાતે તેઓની દુકાને જઈ બેઠા હતા.ત્યારે સાંજના સમયે હુસેન ફારુક અસ્લા ઉર્ફે લાભરા હાથમાં ખુલ્લી તલવાર લઈને આવીને શબ્બીર ભાઈને જણાવ્યું હતું કે તમે સીધેસીધું મારું નામ ચોરીમાં આપો છો.
અને ખોટી રીતે મને કેમ ફસાવો છો.જાે મારું નામ ખોટું આપ્યું છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી શબ્બીર ભાઈ ને હાથમાં તલવાર મારી દીધી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.આ બનાવ સંદર્ભે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.