ગોંડલ માર્કેટયાર્ડમાં લસણ-ડુંગળીની મબલખ આવક થતાં થોડા દિવસ માટે આવક બંધ કરાઈ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણ – ડુંગળીની આવકની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ 1500 થી 1600 વાહનોની ૩ થી ૪ કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણ અને ડુંગળીની મબલખ આવક થવા પામી હતી.
ડુંગળીની ૧ લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને લસણની ૬૫ હજાર કટ્ટાની આવક થવા પામી હતી. લસણ અને ડુંગળીની મબલખ આવકથી યાર્ડ ઉભરાયું હતું. ગ્રાઉન્ડમાં જગ્યા ખૂટી જતા મરચાના ગ્રાઉન્ડમાં ડુંગળીની આવક ઉતારવાની ફરજ પડી હતી.
યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી લસણ – ડુંગળીની આવકને લઈને બીજી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી ડુંગળી અને લસણની આવક સદંતર બંધ રાખવામાં આવી છે.