ગુજરાતમાં વધુ એક ઠગે કલેક્ટરનું ફેક આઈડી બનાવી પૈસા પડાવ્યા
(એજન્સી)પાલનપુર, રાજ્યમાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમના બનાવો વધતા જઈ રહ્યા છે તે વચ્ચે જ બનાસકાંઠા જિલ્લામાં અચરજ પમાડે તેવો સાયબર ક્રાઇમનો બનાવ સામે આવ્યો છે. હરિયાણાના એક શાતિર ઠગે બનાસકાંઠા જિલ્લા કલેકટરનું જ એક ઈન્સ્ટાગ્રામ ફેક આઈડી બનાવી દીધું
અને આ આઈડી પરથી લોકો પાસે પૈસાની માંગણી કરી અને કેટલાક લોકોને નોકરી અપાવવાના બહાના આપી પૈસા પડાવ્યા. તો અનેક યુવતીઓ જાેડે ચેટ દ્વારા ફ્લટ કર્યું. જાેકે આ મામલો કલેકટરને ધ્યાને આવતા આખરે આ સાતીર ઠગના કાવતરાનો ભાંડો ફૂટી ગયો અને બનાસકાંઠા એલસીબી પોલીસે તેને દબોચી તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં ખુદ જિલ્લા કલેકટરનું જ ફેક આઈડી બનાવી લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણ બરનવાલનું એક શખ્સે ઈન્સ્ટાગ્રામ ફેક આઈડી બનાવ્યું અને આ શખ્સ આ આઈડી પરથી લોકોને મેસેજ કરી પૈસાની જરૂરિયાત હોવાનું કહી પૈસા પડાવતો
અને અનેક લોકોને પોતે કલેકટર હોવાનું કહી નોકરી અપાવવાનું કહી લોકો પાસેથી પૈસા પડાવી રહ્યો હતો. તો અનેક યુવતીઓ અને સ્ત્રીઓને પણ તે અશોભનીય મેસેજ કરતો હતો.
જાેકે બન્યું એવું કે આ શખ્સ ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી પાલનપુરની એક કંપનીને મેસેજ કરી એક વ્યક્તિને નોકરી રખાવાનું કહ્યું. જાેકે કંપનીએ કલેકટરનું આઈડી જાેઈ જે તે વ્યક્તિને નોકરી રાખવાની હા તો કહી દીધી..પરંતુ નોકરી રહેવા આવેલ વ્યક્તિની કાબિલિયત નોકરી કરવાની ન હોય કંપનીના સંચાલકે જિલ્લા કલેકટરને વાત કરતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટી ગયો.