હાલોલમાં વિદ્યાર્થીઓને ખુલ્લી જીપમાં જોખમી મુસાફરી કરાવાઈ રહી છે
જિલ્લા સત્તાધીશો એ માસુમોની જોખમી મુસાફરીમાં ખુલાસાઓ નહીં પ્રેરણાદાયક સખ્ત કાર્યવાહીઓ હાથ ધરે
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલમાં માર્ગ સલામતી માસના ચાલી રહેલા જાગૃતિ અભિયાનમાં ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિક સલામતી અને સુરક્ષા નિયમો અંતર્ગત જાગૃતિ આપવાના ચાલી રહેલા અભિયાન વચ્ચે પંચમહાલ ના મુખ્ય મથક ગોધરા ખાતે આજ વહેલી સવારમાં ચોકાવનારા દ્રશ્યોનો એક એવો કિસ્સો બહાર આવ્યો હતો
કે હાલોલ સ્થિત સરકારી મોડલ સ્કૂલના માસુમ વિદ્યાર્થીઓને ગોધરા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માં ચાલી રહેલ ખેલ મહાકુંભ ની સ્પર્ધામાં ભાગ લેનારા ૩૫ જેટલા માસુમ વિદ્યાર્થીઓને પિકઅપ ડાલાની ખુલ્લી ગાડીમાં ઘેટા બકરાની જેમ ઠસોઠસ ભરીને જોખમી પ્રવાસ કરાવીને લાવવામાં આવતા હાલોલ મોડલ સ્કૂલના સત્તાધીશોની ધોર બેદરકારીઓ સામે આવી હતી.
એટલા માટે કે વહેલી સવારની કળકડતી ઠંડીમાં પીકપ ડાલાની ખુલ્લી ગાડી માં ૩૫ થી વધારે માસુમ વિદ્યાર્થીઓને હાલોલ થી ગોધરા સુધી જોખમી મુસાફરી કરાવનારા આ સ્કૂલના એક પણ શિક્ષક વિદ્યાર્થીઓ સાથે આ જોખમી પ્રવાસ માં સામેલ ન હતા અને સાહેબો પાછળ બીજી ગાડીમાં એટલે કે પોતાના અંગત વાહનમાં આવીને માસુમ વિદ્યાર્થીઓને તેઓના ભવિષ્ય ઉપર જોખમી મુસાફરી કરાવી ધોર બેદરકારીઓ બહાર આવતા હાજર સૌ-કોઈ સ્તબ્ધ બની ગયા હતા.
ગોધરા સ્પોટ્ર્સ સંકુલ બહાર પુરઝડપે આવીને ઊભી રહેલ ૬૦૦૭ નંબર ની પીકપ ડાલામાંથી પાછળના ભાગે અને ડ્રાઇવર કેબિનમાંથી ઘેટા બકરાની જેમ ઠસોઠસ ભરીને આવેલા માસુમ વિદ્યાર્થીઓ ઝડપભેર કુદીને બહાર આવતા દેખાતા હતા આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ હાલોલ મોડેલ સ્કૂલમાંથી ખેલ મહાકુંભ ની સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા છે
આ માસુમ વિદ્યાર્થીઓને જોખમી સફર અને ક્યાંક ગંભીર દુર્ઘટના સર્જાય તો આ પ્રશ્ન પૂછી જ ના શકાય? પરંતુ મોડલ સ્કૂલના જવાબદાર અને જિલ્લા વહીવટી સત્તાધીશો એ ૩૫ જેટલા માસુમ વિદ્યાર્થીઓને કરાવવામાં આવેલા જોખમી પ્રવાસ સંદર્ભમાં ખુલાસાઓ નહીં પ્રેરણાદાયક કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરવી જોઈએ.. અકસ્માત ને આમંત્રણના આપે તેવી મુસાફરીના કારણે રાજ્ય સરકાર ઉચ્ચ તપાસના આદેશો કરે આ જરૂરી છે.!!