હિંમતનગરમાં પ્રદેશ પ્રમુખ સી આર.પાટીલ કાર્યકરોને તેમના નિવાસે જઈને મળ્યા

(પ્રતિનિધિ)મોડાસા, આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ હિંમતનગર શહેરમાં ભગવાન શ્રી પરશુરામ માર્ગ ની નામકરણ વિધિ સહિતના કાર્યક્રમો સંપન્ન કરીને ભાજપના કાર્યકરો અને પેજ સમિતિ પ્રમુખના નિવાસસ્થાનની મુલાકાત લેતા એમનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.
હિંમતનગર જ્યાં પેઈજ સમિતિ ના પ્રમુખ બિપિન પરમાર અને સમિતિ ના સભ્યો ની મુલાકાત શારદાકુંજ સોસાયટી, મોતીપુરાની મુલાકાત લીધી હતી. આ અવસરે ભા જ પા ના જિલ્લા પ્રમુખ શ્રી જે ડી પટેલ, મહામંત્રી વિજયભાઈ પંડ્યા,ગુજરાત સરકાર ના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા પ્રભારી શ્રી ભરભાઈ આર્ય, સહ પ્રભારી શ્રી રેખાબેન ચૌધરી, અરવલ્લી જિલ્લા પ્રભારી અ જા મોરચાના નટુભાઈ પરમાર તેમજ શહેર સંગઠનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.જેમાં ત્યાં આ સોસાયટીના રહેવાસી અને અરવલ્લી જિલ્લા પ્રભારી નટુભાઈ પરમારે બુકે, શાલ અને પાઘડી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કર્યું હતું.