આઈપીએલમાં બોલર્સ એક ઓવરમાં બે બાઉન્સર્સ ફેંકી શકશે
દુબઈ, આજે દુબઈમાં આઈપીએલ ૨૦૨૪ માટે ઓક્શનનું આયોજન કરવામાં આવશે. પરંતુ તે પહેલા બોલર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મળેલા અહેવાલો મુજબ આઈપીએલ ૨૦૨૪માં કેટલાંક નિયમ બદલાશે અને કેટલાંક નવા નિયમો બનાવવામાં આવશે.
આઈપીએલ ૨૦૨૩ પહેલા પણ ઈમ્પેક્ટ પ્લેયર અને નો બોલ, વાઈડ બોલને રિવ્યુ કરવાનો નિયમ આવ્યો હતો.
મીડિયા અહેવાલો મુજબ આઈપીએલની આગામી સિઝનમાં બોલર્સ એક મેચની દરેક ઓવરમાં ૨ બાઉન્સર્સ ફેંકી શકશે. અત્યાર સુધી આઈપીએલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેવા નિયમો હતો, જે મુજબ બોલર એક ઓવરમાં માત્ર એક જ બાઉન્સર ફેંકી શકતો હતો.
એક બાઉન્સરથી વધુ ફેંકવા પર તેને નો બોલ માનવામાં આવતું હતું. જાે કે હવે આઈપીએલમાં આવું નહીં થાય. પરંતુ હજુ સુધી આ નવા નિયમ અંગે બીસીસીઆઈતરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
દર વર્ષે આઈપીએલમાં કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવે છે. ગત વર્ષે આઈપીએલમેચોમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમની ઘણી અસર થઈ હતી. કેટલાક લોકોને આ નિયમ પસંદ આવ્યો તો કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો.
આ ઉપરાંત વાઈડ અને નો બોલના કિસ્સામાં પણ બેટ્સમેનને રિવ્યુ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, જેથી જાે તેને કોઈ શંકા હોય તો તે પોતે જ તેનું નિરાકરણ કરી શકે. SS2SS