જમ્મુ કાશ્મીરમાં 35Aએ ભારતીયોના ત્રણ મૌલિક અધિકારો છીનવ્યા
નવી દિલ્હી, બંધારણની કલમ ૩૫A, જેણે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યના કાયમી રહેવાસીઓને વિશેષ અધિકારો આપ્યા હતા, તેણે ખરેખર ભારતના લોકોના તમામ મૂળભૂત અધિકારો છીનવી લીધા હતા. સુપ્રીમ કોર્ટે સોમવારે (૨૮ ઓગસ્ટ) જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ નાબૂદ કરવાની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. In Jammu and Kashmir, 35A took away three fundamental rights of Indians
ભારતના ચીફ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે કલમ ૩૫A, જેને ૧૯૫૪ માં રાષ્ટ્રપતિના આદેશ દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી હતી. તેણે લોકોને ઓછામાં ઓછા ત્રણ મૂળભૂત અધિકારોથી વંચિત કર્યા હતા.
આ ત્રણ મૂળભૂત અધિકારો છીનવી લીધા જેમાં ૧- કલમ ૧૬(૧) હેઠળ સાર્વજનિક નોકરીઓમાં તમામ નાગરિકો માટે અવસરની સમાનતા, ૨- કલમ ૧૯(૧)(એફ) અને ૩૧ હેઠળ મિલકતોનું સંપાદન, ૩- કલમ ૧૯(૧)(ઇ) હેઠળ દેશના કોઈપણ ભાગમાં સ્થાયી થવાનો અધિકારનો સમાવેશ થાય છે. બેન્ચે ટિપ્પણી કરી હતી કે ૧૯૫૪ના બંધારણીય આદેશે જમ્મુ કાશ્મીર માટે ભાગ III (મૂળભૂત અધિકારો સાથે સંબંધિત) લાગુ કર્યો હતો પરંતુ તે જ ક્રમમાં કલમ ૩૫A બનાવવામાં આવી હતી જેણે ત્રણ ક્ષેત્રોમાં અપવાદ કરીને લોકોના ત્રણ મૂલ્યવાન મૂળભૂત અધિકારો છીનવી લીધા હતા.
ચીફ જસ્ટિસની સાથે બેન્ચમાં જસ્ટિસ સંજય કૃષ્ણ કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ ભૂષણ આર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે. કલમ ૩૫છ હેઠળ જમ્મુ-કાશ્મીરના લોકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યની વિધાનસભાને આવા કાયદા બનાવવાનો અધિકાર મળ્યો જેને અન્ય રાજ્યોના લોકોના સમાનતાના અધિકાર અથવા ભારતીય બંધારણ હેઠળના અન્ય કોઈપણ અધિકારના ઉલ્લંઘનના આધારે પડકારી શકાય નહીં.
કલમ ૩૭૦ હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને બંધારણમાં કલમ ૩૫A ઉમેરવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૧૯ માં કલમ ૩૭૦ નાબૂદ કરવાની સાથે ૩૫A પણ રદ કરવામાં આવી હતી.SS1MS