જૂનાગઢ મનપામાં કોંગ્રેસે ભ્રષ્ટાચાર મુદ્દે સવાલ ઉઠાવતા વિપક્ષ પદ છીનવાયુ
જૂનાગઢ, ગુજરાત વિધાનસભામાં કુલ બેઠકની ૧૦ ટકા બેઠકો ન થતાં કોંગ્રેસને વિધાન સભામાં વિરોધ પક્ષનું પદ નથી મળ્યુ. હવે જૂનાગઢ મહાનગર પાલિકામાં પણ આવુ જ બન્યુ છે. અહીં મનપામાં વિપક્ષ પાસે ૧૦ ટકા બેઠકો ન હોવાથી, તેનેેે મળતી સુવિધા પરત લઈ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેને લઈને હોબાળો મચ્યો છે. જાે કે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે ભાજપના હોદ્દેદારોને ભ્રષ્ટાચાર સામે અમે સવાલો ઉઠાવીએ છીએ એ પસંદ નથી . એટલેે વિપક્ષ પદ છીનવ્યુ છે.
જૂનાગઢ મનપામાં વિપક્ષી સભ્યોનેેેેે મળતી સુવિધાઓ આજે પરત લઈ લેવામાં આવતા વિપક્ષી સભ્યોમાં રોષ ફેલાયો હતો.
વિપક્ષી સભ્ય અદ્રેમાન પંજાએ જણાવ્યુ હતુ કેે તળાવમાં બે કરોડ રૂપિયાની માટી નીંખી છે તેને લઈને સવાલો ઉઠાવતા અમારી સુવિધા છીનવી લેવાઈ છે.
આ અંગે જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ કહ્યુ હતુ કે જૂનાગઢ મનપામાં જનરલ બોર્ડ બોલાવીનેે વિપક્ષના ૧૦ ટકા સભ્ય થતાં ન હોય ઠરાવ રદ કરી વિપક્ષને જે સુવિધા આપવામાં આવતી હતી તે રદ કરવામાં આવી છે.
નોંધનીય છે કે જૂનાગઢ મહાનગરપાલિકાની ર૦૧૯માં ચંૂટણી યોજાઈ હતી. જેમાં ૬૦માંથી પ૩ બેઠક પર ભાજપની જીત થઈ હતી. જ્યારે ૩ બેઠક કોંગ્રેસની અને ૩ બેઠક એનસીપીના ફાળે આવી હતી. જૂનાગઢ મનપામાં વિપક્ષી સભ્યો પાસેથી સુવિધા પરત લઈ લેવામાં આવતા વિપક્ષી સભ્યો દ્વારા કમિશ્નર કચેરી બહાર ધરણા કર્યા હતા.