જૂનાગઢમાં દીપડાની દહેશત વધતા લોકોમાં ફફડાટ
જૂનાગઢ, બુધવારે ગાંધીનગરમાં દીપડો દેખાયો હતો ત્યારે માંગરોળમાં પણ દીપડોની દહેશતને કારણે લોકોની હાલાકી વધી છે. જૂનાગઢનાં માંગરોળમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જૂનાગઢમાં દીપડો દેખાવવાને કારણે રહીશોનાં ઉજાગરા વધી ગયા છે.
દીપડાની દહેશતને કારણે કગરાણા સોસાયટીના રહીશોના રાત ઉજાગરા વધી ગયા છે. રહીશો લાકડીઓ સાથે રાતભર જાગીને અને સતર્ક રહીને ચોકીપહેરો કરે છે.
આ અંગે સ્થાનિકોએ વન વિભાગને પણ જાણ કરતા તપાસ શરૂ કરી છે. સ્થાનિકો દ્વારા સોસાયટીમાં એકથી વધુ વખત દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દીપડાની દહેશતથી વૃદ્ધો, બાળકો ઘરમાં પુરાયેલા રહે છે અને દીપડાને વહેલી તકે પાંજરે પુરવા સ્થાનિકોની માગ કરી રહ્યા છે. આ પહેલા પણ જૂનાગઢના ઘણા વિસ્તારોમાં દીપડાના આંટાફેરાના બનાવો બની ચૂક્યા છે.
આ અંગે સ્થાનિક રહીશે વાતચીત કરતા જણાવ્યુ કે, આ જગ્યાએ દીપડો દેખાયો છે. જેથી અમે આ અંગે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે. દીપડો કોઇ માસૂમ બાળક કે રહીશને નુકસાન ન કરે અને તે પહેલા જ તેને પાંજરે પૂરવાની અપીલ છે. હાલ તો અમે દિવસ રાત ચોકીપહેરો કરી રહ્યા છે.
થોડા દિવસ પહેલા પણ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં દીપડો દેખાયો હતો. મોડી રાત્રીના ૧ઃ૩૦ વાગ્યે સોમનાથ- પોરબંદર હાઇવે પર માંગરોળ નજીક દીપડો દેખાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના માંગરોળના મિલ્લતનગર બાયપાસ નજીકની હતી. માંગરોળના ઉદીયાબાગ નજીક રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જવાની ઘટના વારંવાર બનતી રહે છે.
આ બાબતે વન વિભાગને રહીશો દ્વારા જાણ પણ કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં દીપડાની રંજાળ હાલમાં જાેવા મળી રહી છે.ત્યારે કોઈ જાનહાની પહેલા દીપડો પાંજરે પુરાય તે જરૂરી છે.SS1MS