Western Times News

Gujarati News

કેદારનાથમાં હેલિકોપ્ટરના બુકિંગમાં સિંગલ ભાડું રૂા.ર૭પ૦ હોવા છતા રૂા.૧૦,૦૦૦ લઈ લૂંટ થતી હોવાનો આક્ષેપ

હેલિકોપ્ટરના ભાડામાં ઉઘાડી-લૂંટ થતી હોવાનો આક્ષેપ

મોડાસા, મોડાસા શહેરના અગ્રણી વેપારી જયેશ દોશી તેમના મિત્રવર્તુળ સાથે કેદારનાથ યાત્રાધામમાં પૂજા-પાઠ અને દર્શન કરી ધન્યતા અનુભવવાની સાથે હેલિકોપ્ટર રાઈડના નામે થતી બેફામ લૂંટથી ચોંકી ઉઠયા હતા. In Kedarnath- there is an allegation of extortion of Rs.10,000 despite the single fare being Rs.2750 in helicopter booking.

ઓનલાઈન બુકિંગમાં સિંગલ હેલિકોપ્ટરનું ભાડું રૂા.ર૭પ૦ હોવા છતા રૂા.૧૦,૦૦૦ લઈ રાઈડ કરાવવામાં આવતા ચોંકી ઉઠયા હતા અને ઓનલાઈન બુકીંગ સિસ્ટમ સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો. ઉત્તરાખંડ રાજય સ્થિત કેદારનાથ મંદીરનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે.

કેદારનાથ દર્શન કરવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. કેદારનાથના દર્શન કરવા માટે ભકતોમાં ભારે ઉત્સુકતા હોય છે. કેદારનાથ યાત્રામાં હેલિકોપ્ટર રાઈડ માટે ઓનલાઈન બુકીંગ કરવામાં આવે છે. તંત્ર દ્વારા હેલિકોપ્ટર રાઈડની ટિકિટના કાળાબજાર અટકાવવા કયુઆર કોડ સ્કેન કરવો પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.