ખંભાળિયામાં શિવરાત્રી વરણાગીની દોઢસો વર્ષ જૂની પરંપરા જળવાશે

File Photo
ખામનાથ ટ્રસ્ટ દ્વારા આયોજનઃ વજનદાર ચાંદીની પાલખી સાથે નીકળશે વરણાગી
ખંભાળીયા, ખંભાળીયા શહેર ભલે જામનગરની જેમ શીવ મંંદીરોની દ્રષ્ટિએ છોટી કાશી ન કહેવાતું હોય પણ અહી વિશાળ સંખ્યામાં અત્યંત પ્રાચીન શીવ મંદીરો આકર્ષણ તથા શ્રધ્ધાને પાત્ર છે. શહેરમાં પાંચસો વર્ષથી વધુ જુના ખામનાથ મહાદેવના મંદીરના કાંઠે ધી નદી પાસે જામનગર વસાવતા પહેલા જામ રાવલએ મુલાકાત લીધેલ તે ખામનાથ મહાદેવના શીવ વરણાગી કાઢવામાં આવે છે. આ વર્ષે પણ શિવરાત્રીએ આયોજન થયું છે.
અત્યંત વર્ષો જુની અલૌકીક અને એન્ટીક જેવી ગણાતી ચાંદીની અત્યંત વજનદાર શિવ પાર્વતની તથા નાના ગણેશની કિમતી પ્રતીમા તથા ચાંદીની પાલખીમાં તેમને પધરાવીને અહીની રંગમહેલ શાળા પાસેથી શીવ વરણાગી નીકળે છે.
જે શહેરમાં ફરે છે. અત્યંત વજનદાર આ શંકર પાર્વતી અને ગણેશજીની ચાંદીની પ્રતીમાને ચાંદીની પાલખીમાં બેસાડીને રંગમહેલ પાસે શાસ્ત્રોકત રીતે પુજન કર્યા પછી શીવની વરણાગી શોભાયાત્રા રંગમહેલ શાળા પાસેથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને છેવટે ખામનાથગ મહાદેવના મંદીર પોરબંદર રોડ પર પુર્ણાહુતિ થાય છે.
શીવની વરણાગી વજનદાર હોવા છતાં તેને બ્રાહ્મણો જ ઉપાડે છે. અને તે પણ ધોતી પીતાંબરી પહેરીને ઉઘાડા પગે આખા શહેરના રૂટ ફરીને ખામનાથ મહાદેવે મંદીર પહોચાડે છે. જેના મોટી સંખ્યામાં ભાવીકો જોડાય છે.
ખંભાળીયામાં પ૦૦થી વધુ વર્ષપુરાણા ખામનાથ મહાદેવના ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલ શીવ વરણાગી એકસોથી દોઢસો વર્ષથી નીકળતી હોવાનું કહેવાય છે. અહીથી વરણામી શબ્દ પ્રચલીત હતો. જે આગળ જતા શોભાયાત્રામાં ફેરવાયો. અત્યારે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં શીવ શોભાયાત્રા અનેક સ્થળે નીકળે છે.
ખામનાથ મહાદેવ મંદીર આ શોભાયાત્રા પહોચે તે પછી ભઆરતી તથા તે દિવસે ચાર પ્રહર આરતી સાથે આખી રાત્રી પુજા થાય છે. તથા વિશીષ્ટ દર્શન અને પુજા થાય છે. ખામનાથ મહાદેવની ઘીની મહાપુજા પણ ખંભાળીયાથી જસૌરાષ્ટ્ર ફેલાઈ હતી. જે શ્રાવણ માસમાં ખુબ જ વિશેષ થાય છે.શોભાયાત્રામાં વરણાગી ઉપાડવા માટે જુદીજુદી બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનો મોટી સંખ્યામાં જોડાય છે. અગાઉ ખામનાથ મંદીરના ટ્રસ્ટી સ્વ. મથુરભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ આચાર્ય, એડવોકેટ એલ.સી..જોધી ડો.નિલેશ રાયઠ્ઠા, લાખાભાઈ ચાવડા, જયસુખભાઈ વી.ધ્રુવ વગેરે દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.