પતિની આત્મહત્યા બાદ સાસરિયાંઓનો વિધવા પર અત્યાચાર
મોબાઈલ પણ હાથમાં નહીં રાખવાનો કહી અનેક પાબંદી મૂકી હતી-એક્ટિવા નહીં ચલાવવાનું, મોબાઈલ નહીં વાપરવાનો, જમવાનું પાણી જેવું અને વાસણો પણ અલગ
(એજન્સી)અમદાવાદ, બે મહિલના પહેલાં પતિએ કરેલા આપઘાત બાદ સાસરિયાંએ વિધવાનું જીવન નરકથી પણ બદતર બનાવી દીધું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વિધવા મહિલાને હેરાન પરેશાન કરવામાં આવી હતી એન અંતે તેને માર મારીને કાઢી મૂકવામાં આવી છે.
તારે લાલ પડા નહીં પહેરવાના, સફેદ સાડી પહેરવાની, હાથમાં મોબાઈલ નહીં રાખવાનો, એક રૂમમાં બેસીને માળા જપવાની અને વિધવાની જેમ જીવવાનું. તેવી અને પાબંદીઓ મૂકીને વિધવાને હેરાન કરતા હતા. આ સાથે તું વાંઝણી છે તેક હીને માનસિક ત્રાસ ગુજારતા હતા.
મોટેરા વિસ્તારમાં છેલ્લા ૧૩ દિવસથી માતા-પિતાના ઘરે રહેતી મીનાએ (નામ બદલ્યું છે) જેઠ અનિલ, જેઠાણી નીલમ, વિજય, નીતા, વર્ષિલ, જયંતીલાલ, નિરૂ, અશોક અને હિમાંશુ વિરૂદ્ધ માનસિક ત્રાસ તેમજ ઘરેલું હિંસાની ફરિયાદ કરી છે.
૩પ વર્ષીય મીનાના લગ્ન વર્ષ ર૦૧૩માં ચાંદખેડા ખા તે રહેતા પૃથ્વીરાજ સાથે સામાજિક રીતી-રિવાજ મુજબ થયા છે. પૃથ્વીરાજને વડોદરામાં ટયુશન કલાસીસ હોવાથી મીનાના લગ્નના થોડા દિવસ પછી ત્યાં જતી રહી હતી. પૃથ્વીરાજ અને મીના અવારનવાર તહેવારમાં અમદાવાદ આવતા હતા. વર્ષ ર૦૧૭માં મીનાના સાસુ વાલીબહેનને કેન્સર થતાં તે અમદાવાદ સેવા કરવા માટે આવી ગઈ હતી. બાદમાં સસરાને પણ કેન્સર થયું હતું.
મીના સેવા કરતી હતી ત્યારે તેના જેઠ જેઠાણી તેને વાંઝણી કહેતા હતા અને હેરાન પરેશાન કરતા હતા. મીનાએ આ વાતની જાણ તેના પતિને કરી હતી જેથી તેને પરત વડોદરા બોલાવી લીધી હતી. મીના વડોદરા રહેતી હતી ત્યારે સસરાએ પૃથ્વીરાને ફોન કર્યો હતો કે મારી સેવા ચાકરી કોઈ કરતું નથી. પિતાની વેદના સાંભળીને પૃથ્વીરાજે મીનાને પરત અમદાવાદ મોકલી દીધી હતી. મીનાએ સાસુ-સસરાની સેવા કરી હતી
પરંતુ અંતે બન્નેના મોત થયા હતા. સસરાના મોતની પ્રથમ પુણ્યતિથિમાં મીના પતિને લઈને કાકા સસરા કનુભાઈના ઘરે ગઈ હતી જ્યાં મકાનના વિવાદમાં બબાલ થઈ હતી. પૃથ્વીરાજને તેના ભાઈઓએ મકાનના રૂપિયા આપવાનો ઈન્કાર કરી દેતાં તે મીના સાથે વડોદરા જતો રહ્યો હતો. ભાઈઓએ દગો કરતાં પૃથ્વીરાજે વડોદરામાં તારીખ ૧૪ મે ર૦ર૪ના રોજ આપઘાત કરી લીધો હતો.
પૃથ્વીરાજના મોતના એ મહિના બાદ ઘરની તમામ મહિલાએ મીનાને કહ્યું હતું કે, તારે હવે લાલ કપડા નહીં પહેરવાના, હવેથી તારે સફેદ સાડી પહેરવાની, હાથમાં ફોન નહીં રાખવાનો અને ઘરથી બહાર ક્યાંક આવવા જવાનું નહીં, એક રૂમમાં બેસીને માળા જ કરવાની અને વિધવાની જિંદગી જીવવાની છે તારે એક્ટિવા પણ નહીં ચલાવવાનું.
મહિલાઓની વાત સાંભળીને મીનાએ જવાબ આપ્યો હતો કે મારે જે કરવાનું છે એ મને જાણ છે પરંતુ તમે બધા મારા ઉપર જબરદસ્તી કેમ નિયમ લગાવી રહ્યા છો. મીનાનો જવાબ સાંભળીને મહિલાઓ બોલી હતી કે, તારો પતિ મરી ગયો છે અને તું વાંઝણી છે જેથી તારા નિયમો નહીં ચાલે. સાસરિયાંએ તેનું જીવવાનું હરામ કરી દીધું હતું અને માનસિક ત્રાસ પણ આપવા લાગ્યા હતા.
જમવાનું પાણી જેવું આપતા હતા અને વાસણો પણ અલગ રાખતા હતા તેના જેઠે મીનાના વાળ પકડીને માર પણ માર્યો હતો અને હવે આ ઘરમાં તારો કોઈ અધિકાર નથી તેમ કહીને કાઢી મૂકી હતી. મીના પિયરમાં આવી જતાં અંતે તેણે પોલીસ ફરિયાદ કરી છે જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.