Western Times News

Gujarati News

લંડનમાં ઉપરાષ્ટ્રપતિએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહારો કર્યા

લંડન, કિંગ ચાર્લ્સ તૃતીયના રાજ્યાભિષેકમાં હાજરી આપવા બ્રિટન પહોંચેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શનિવારે ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એનઆરઆઈને સંબોધિત કરતી વખતે ઉપરાષ્ટ્રપતિએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની સામે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભારત હાલમાં એવું લોકતંત્ર છે જે કોઈપણ વૈશ્વિક માપદંડો પર સૌથી મજબૂત છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લંડનમાં ભારતીય મૂળના પૂર્વ અને વર્તમાન સંસદસભ્યો સાથે પણ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી વિશે રાહુલના નિવેદન પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જાે કોઈ સાર્વજનિક સ્થળો પર સત્ય અને પાયા વગરની વાત કરે છે તો કોઈ તેના પર વિશ્વાસ કરતું નથી. તેના શબ્દો ક્યાંય ટકતા નથી. ધનખડે વધુમાં કહ્યું કે પ્રામાણિક અભિપ્રાય દેશ માટે ઉપયોગી હોય છે, પરંતુ દૂષિત ટિપ્પણીઓને નકારી કાઢવી જાેઈએ.

જગદીપ ધનખડે જણાવ્યું હતું કે જાે આપણે ભારતના ત્રણ અંગો – વિધાનસભા, ન્યાયપાલિકા અને કાર્યપાલિકા પર નજર કરીએ તો તમને જણાશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કાર્યપાલિકા તમામ સામાજિક માપદંડોના અકલ્પનીય સ્તરે માનવતાનું કામ કરી રહી છે અને તેમણે લોકોની તકલીફો ઓછી કરવા માટે શક્ય તેટલું બધું કામ કર્યું છે.

સામાન્ય માણસને સશક્ત પણ કર્યા. ધનખડે ભારતીય ન્યાયતંત્રની પ્રશંસા કરતા કહ્યું કે દેશમાં ન્યાયતંત્ર ટોચની અદાલતથી લઈને તળિયે સુધી “મજબૂત” છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સામાન્ય માણસ માટે ભારતીય ન્યાયતંત્રની પહોંચનો કોઈ મુકાબલો નથી. આ સમયે આપણી પાસે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સૌથી વધુ પ્રબુદ્ધ વ્યક્તિઓમાંથી એક છે, જે વિશાળ અનુભવ, પ્રતિબદ્ધતા, જુસ્સાથી ભરેલી વ્યક્તિ છે અને તે ખૂબ પ્રતિભાશાળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.