મધ્યપ્રદેશમાં ધો.૧૨ના વિદ્યાર્થીએ સ્કૂલમાં જ પ્રિન્સિપાલને ઠાર માર્યા
છતરપુર, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં શુક્રવારે બપોરે ધોરણ ૧૨ના એક વિદ્યાર્થીએ તેની સ્કૂલના પ્રિન્સિપાલની ગોળી મારીને હત્યા કરતા સનસનાટી મચી ગઈ હતી.
આ કૃત્ય બાદ તે મૃતકના સ્કૂટર પર તેના સાથી મિત્ર સાથે સ્થળ પરથી ભાગી ગયો હતો. સ્કૂલમાં મોડાં આવવા બદલ ઠપકો આપવામાં આવતા વિદ્યાર્થીએ આ કૃત્ય કર્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ૫૫ વર્ષીય પ્રિન્સિપાલ એસ કે સક્સેનાને બપોરે ૧ઃ૩૦ વાગ્યે ધમોરા સરકારી હાઇસ્કૂલના શૌચાલયના પ્રવેશદ્વાર પર માથામાં ગોળી મારવામાં આવી હતી. સક્સેનાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. શૂટર અને તેનો સહયોગી મૃતકના સ્કૂટર પર ભાગી ગયા હતા.
બંને વિદ્યાર્થીઓને પકડવાના પ્રયાસો ચાલુ કરાયા હતા. પિસ્તોલ હજુ રીકવર કરવાની બાકી છે.બંને આરોપીઓ આજે અને અગાઉના દિવસોમાં સ્કૂલોમાં મોડા આવ્યા હતાં અને તેનાથી તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. તેથી બંને વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. આરોપી વિદ્યાર્થીનું નામ સલભ યાદવ છે.SS1MS