એમ્બ્યુલન્સ ન આવતા પુત્ર લારીમાં પિતાને હોસ્પિટલ લઈ ગયો
સિંગરોલી, મધ્યપ્રદેશના સિંગરોલીમાં ફરી એક વાર આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. એમ્બ્યુલન્સની સુવિધા ન મળવાના કારણે દર્દીના પત્ની અને ૭ વર્ષના માસુમ પુત્રએ તેના પિતાને લારીમાં હોસ્પિટલ પહોંચાડ્યા છે,
In #MadhyaPradesh ,son and Wife Forced To Carry Patient To Hospital On Handcart in #Singrauli,
BJP and Parivar boosting Modi with Vande Bharat and #OperationDost and there is no one in this country to take care of the ordinary citizens
India under Modi and BJP is only disaster pic.twitter.com/oN5oiWGM8L
— Anil Cherukara (@Anilcherukara) February 12, 2023
એટલું જ નહીં ૭ વર્ષના પુત્ર અને તેની માતાએ ૩ કિલોમીટર સુધી પગપાળા ચાલી તેમને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ વહિવટી તંત્રે તપાસના પણ આદેશ આપ્યા છે. In #MadhyaPradesh ,son and Wife Forced To Carry Patient To Hospital On Handcart in #Singrauli,
મળતી માહિતી મુજબ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બલિયરીનાં રહેવાસી શાહ પરિવારના એક વ્યક્તિની અચાનક તબિયત લથડી હતી. ત્યારબાદ પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી, જાેકે ૩૦ મિનિટ વિતવા છતાં એમ્બ્યુલન્સ આવી ન હતી.