માલદીવ્સમાં આદિત્ય નારાયણ અને તેની પત્નીનું ઢોલ વગાડીને સ્વાગત કરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Maldiv.jpg)
મુંબઈ, સિંગર, એક્ટર અને ટીવી શો હોસ્ટ આદિત્ય નારાયણ હાલ સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ ૧૩’માં વ્યસ્ત છે. તે બેક ટુ બેક પ્રોજેક્ટ હાથમાં લઈ રહ્યો હોવાથી પરિવારને ભાગ્યે જ થોડો ટાઈમ આપી શકે છે. તેથી જ પત્ની શ્વેતા અગ્રવાલ અને છ મહિનાની ક્યૂટ દીકરી ત્વિષા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે તે માલદીવ્સ પહોંચી ગયો છે.
વેકેશનની ઝલક દેખાડતી તસવીરો અને વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યા છે. જણાવી દઈએ કે, માલદીવ્સ એ આદિત્યનું ફેવરિટ ડેસ્ટિનેશન છે અને દીકરીના જન્મ પહેલા પણ કપલ અહીં સમય વિતાવવા આવ્યા હતા. આદિત્ય નારાયણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પત્ની સાથેની એક સેલ્ફી શેર કરી છે.
જેમાં તેણે વાદળી ટીશર્ટ અને ડેનિમ પહેર્યું છે. આ સાથે ગોગલ્સ અને કેપ ચડાવીને રાખી છે. તેણે પોતાના ખભા પર બેગ પણ લટકાવી છે. તો બીજી તરફ શ્વેતા નારાયણે પણ આસમાની કલરનું ટીશર્ટ અને લૂઝ પેન્ટ પહેર્યું છે.
તેઓ જે રિસોર્ટમાં રોકાયા છે ત્યાં તેમનું સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની ઝલક દેખાડતી તસવીર શેર કરતાં એક્ટરે લખ્યું છે ‘સુંદર સ્વાગત’. તેણે તેની દીકરી ત્વિષાનો પણ એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે જે કેમેરા સામે જાેઈને ફૂંક મારી રહી છે અને હસી રહી છે.
રિસોર્ટે જે ડેકોરેશન કર્યું હતું તેને તેણે હાથ-પગ અડાડીને ખરાબ કરી દીધું. વીડિયોની સાથે લખ્યું છે ‘સુંદર સ્વાગત હવે સુંદર ખરાબ થઈ ગયું છે’. પરિવાર જેવો ત્યાં પહોંચ્યો કે ઢોલ વગાડવામાં આવ્યા હતા, તેની એક ક્લિપ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે.
દીકરી ત્વિષા સાથેની આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની આ બીજી ટ્રિપ છે. જ્યારે તે આશરે પાંચ મહિનાની હતી ત્યારે કપલ તેને કૂર્ગ ગઈ ગયું હતું. ત્યાંથી ટીવી શો હોસ્ટે હેપ્પી ફેમિલી તસવીર શેર કરી હતી અને લખ્યું હતું ‘અમારી નાનકડી ત્વિષા સાથે અમે અમારા પહેલા ફેમિલી વેકેશન માટે કૂર્ગની મુલાકાત લેવાનું નક્કી કર્યું.
હું ચોક્કસથી કહીશ કે તેને પણ અમારા જેટલી જ મજા આવી. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની વાત કરીએ તો, કપલની મુલાકાત ૨૦૧૦માં તેમની ડેબ્યૂ ફિલ્મ ‘શાપિત’ના સેટ પર થઈ હતી. આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા અને ૧૦ વર્ષના રિલેશનશિપ બાદ ડિસેમ્બર, ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. આશરે એક વર્ષમાં જ તેમણે ગુડન્યૂઝ સંભાળ્યા હતા અને ફેબ્રુઆરી, ૨૦૨૨માં ત્વિષાનો જન્મ થયો હતો.SS1MS