માલદીવ્સમાં વિકીએ એવો ડાન્સ કર્યો કે શરમાઈ ગઈ કેટરિના
મુંબઈ, બોલિવૂડની બેસ્ટ જાેડીઓની વાત કરવામાં આવે તો હવે તેમાં વિકી કૌશલ અને કેટરિના કૈફનું નામ પણ જાેડાઈ ગયું છે. લોકોને આ જાેડી ખૂબ પસંદ આવી છે. આ કપલે લગ્ન પહેલા રિલેશનશિપને છુપાવી રાખ્યુ હતું. અટકળો તો લાંબા સમયથી ચાલી રહી હતી પરંતુ કપલે મૌન સેવી રાખ્યુ હતું. જ્યારે તેમના લગ્ન થયા ત્યારે જ સત્તાવાર ધોરણે પૃષ્ટિ થઈ કે તેઓ રિલેશનશિપમાં હતા.
લગ્નની તસવીરો પણ લોકોને ખૂબ પસંદ આવી હતી અને ત્યારપછી કેટરિના અને વિકી ઈન્ટર્વ્યુમાં એકબીજા વિશે જે વાતો કરે છે તે પણ ચર્ચાનો વિષય બને છે. નવા વર્ષની શરુઆત થઈ ત્યારે બોલિવૂડના લગભગ તમામ સેલેબ્સે ૨૦૨૨ની પોતાની યાદોને વાગોળી છે.
આલિયા ભટ્ટે પણ ઘણો સુંદર વીડિયો શેર કર્યો છે. વિકી કૌશલ અને કેટરિના કૈફની ખાસ મિત્ર અને ફિલ્મ ડાઈરેક્ટર કબિર ખાનની પત્ની મિની માથુરે પણ એક મજાનો વીડિયો શેર કર્યો છે. તેમાં તેણે પતિ, મિત્રો અને દીકરા સાથે જે સમય પસાર કર્યો તેની ઝલક બતાવી છે.
આ વીડિયોમાં એક ક્લિપ વિકી અને કેટરિનાની છે જેના પર સૌનું ધ્યાન ગયું છે. વીડિયો પરથી લાગી રહ્યું છે કે તે માલદીવ્સમાં શૂટ કરવામાં આવ્યો હશે. કેટરિના કૈફના જન્મદિવસની ઉજવણી માલદીવ્સમાં કરવામાં આવી હતી, ત્યારનો આ વીડિયો હોઈ શકે છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે વિકી કૌશલ મસ્તીભર્યા અંદાજમાં ડાન્સ કરી રહ્યો છે અને કેટરિના કૈફ તેને જાેઈને બ્લશ કરી રહી છે. વીડિયોમાં અભિનેત્રી શરવરી વાઘ પણ જણાઈ રહી છે. ચર્ચા છે કે શરવરી વિકીના ભાઈ સની કૌશલને ડેટ કરી રહી છે.
વિકી-કેટરિનાના લગ્નમાં જે ગણતરીના મહેમાનો હતા તેમાં એક શરવરી પણ હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એકવાર વાતચીત દરમિયાન કેટરિના કૈફે જણાવ્યુ હતું કે, કોરોનાથી રિકવર થઈ રહેલી હોવાને કારણે જન્મદિવસે તેનો મૂડ સારો નહોતો.
તેને અશક્તિ વર્તાઈ રહી હતી. કેટરિનાએ જણાવ્યું કે, મને ખુશ કરવા માટે વિકીએ કલાક સુધી મારા તમામ ગીતો પર ડાન્સ કર્યો, તેને મોટા ભાગના સ્ટેપ્સ આવડતા હતા. શક્ય છે કે મિની માથુરના વીડિયોમાં તે જ ડાન્સની ઝલક હોય.
વર્ક ફ્રંટની વાત કરીએ તો કેટરિના કૈફ અંતિમ વાર હોરર કોમેડી ફિલ્મ ફોન ભૂતમાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર પણ હતા. કેટરિના હવે ટાઈગર ૩માં જાેવા મળશે, જેમાં તેની સાથે સલમાન ખાન હશે.SS1MS