મોરબીમાં દારૂ ભરેલી ગાડી ખાડામાં ખાબકતા ચકચાર
મોરબી, પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવતી હોવા છતાં રાજ્યમાં દારૂની હેરફેર થતી હોવાનું અવારનવાર સામે આવતું હોય છે, ત્યારે મોરબીમાં આવી જ એક ઘટના સામે આવી છે. મોરબીમાં દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના બની છે.
અહીં દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકી હતી. ખાડામાં ખાબકેલી કારને ક્રેઇન વડે બહાર કાઢવામાં આવી હતી, જ્યારે અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે, જ્યારે એક વ્યક્તિ ફરાર હોવાનું સામે આવ્યું છે.
મોરબીના નીચી માંડલ ગામ નજીક ઇકો ખાડામાં ખાબકી હતી. કારમાં વિદેશી દારૂ ભરેલી ઇકો કાર બેકાબુ થતાં ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હતો. ઇકો ગાડીમાં બે લોકો સવાર હતા, જેમાંથી એક વ્યક્તિને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય વ્યક્તિ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ખાડામાં ખાબકેલી ઇકો કારને ક્રેઇન વડે બહાર કાઢવામાં આવી હતી. જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને પોલીસે આ માલમે વધુ તપાસ હાથ ધરી હતી. આ દારૂ કોણે મંગાવ્યો હતો અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો, તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS