Western Times News

Gujarati News

મુંબઈમાં ૬૫ વર્ષીય મહિલાને એપ પર દોસ્તી ભારે પડીઃ રૂ.૧.૩ કરોડની ઠગાઇ

મુંબઈ, મુંબઈની ૬૫ વર્ષની એક મહિલા સાયબર ફ્રોડમાં રૂ.૧.૩૦ કરોડની ઠગાઈનો શિકાર બની હોવાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.

સાયબર ઠગોએ પોતાની ઓળખ કસ્ટમ્સ વિભાગ, ભારતીય રિઝર્વ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સહિત વિવિધ સંસ્થાઓના અધિકારીઓ તરીકે આપીને આ મહિલાને છેતરી હતી.

હાલમાં ભાયખલામાં રહેલી આ મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેની અગ્નિપરીક્ષા એપ્રિલ ૨૦૨૩માં શરૂ થઈ હતી. તે સમયે તે ઇન્ટરનેશન ડેટિંગ એપ્લિકેશન પર કોઈ અજાણી વ્યક્તિના સંપર્કમાં આવી હતી.

આ વ્યક્તિએ ફિલિપાઇન્સમાં કામ કરતા અમેરિકન સિવિલ એન્જિનિયર હોવાનો દાવો કરી પોતાનો પરિચય પોલ રૂધરફોર્ડ તરીકે આપ્યો હતો. તેમની વાતચીત દરમિયાન રુધરફોર્ડે પોતાને એક જીવલેણ અકસ્માત થયો હોવાની એક વાર્તા ઘડી કાઢી હતી અને પૈસાની જરૂરિયાત હોવાનું કહ્યું હતું. તેથી મહિલાએ તેને એપ્રિલ અને જૂન ૨૦૨૩ વચ્ચે લગભગ ?૭૦ લાખ બિટકોઈનમાં મોકલ્યા હતાં, જે સંબંધીઓ પાસેથી આંશિક રીતે ઉધાર લીધા હતા.

રૂધરફોર્ડ પૈસા તરત જ ચૂકવવાનું વચન આપ્યું હતું. આ પછી રૂધરફોર્ડ મહિલાને જાણ કરી કે તેને ૨ મિલિયન ડોલર ધરાવતું પાર્સલ મોકલ્યું છે. આ પછી મહિલાને દિલ્હી એરપોર્ટ પરથી કથિત રીતે પ્રિયા શર્મા તરીકે ઓળખાવતા એક વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યું હતું કે આ પાર્સલ કસ્ટમ વિભાગે અટકાવ્યું છે. કોલરે મહિલા પાસે પાર્સલના વિવિધ ચાર્જ અને ટેક્સ પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું.

આ પછી મહિલાએ વિવિધ બેન્ક એકાઉન્ટમાં નાણા ટ્રાન્સર કર્યા હતા. જોકે ઠગાઈનો અહીં અંત આવ્યો ન હતો અને વિવિધ પ્રકારે પૈસા માંગવાનું ચાલુ રાખ્યું હતું. કુલ ?રૂ.૧,૨૯,૪૩,૬૬૧ ટ્રાન્સફર કરવા કર્યા હોવા છતાં મહિલાને નવા સત્તાવાળાઓ અથવા એજન્સીઓ તરફથી કાલ્સ મળવાનું ચાલુ રહ્યું હતું. આ પછી મહિલાએ પોલીસનો સંપર્ક કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.