Western Times News

Gujarati News

નડિયાદમાં રાત્રીના સમયે ગાડીથી સ્ટંટ કરતા બે ઇસમો ઝડપાયા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ગત રાત્રિના નડિયાદ શહેરમાં સરદાર સ્ટેચ્યુથી સંતરામ મંદિર તરફ જવાના રોડ ઉપર એક આઇ- ૨૦ ગાડી જેની નંબર પ્લેટ ઉપર “ઘાંઘોર પરીવાર” લખેલ હોય તેનો ચાલક ગફલતભરી રીતે બે ફિકરાઈથી ગાડી ચલાવી ગાડીના ખાલી સાઈડના કાચમાંથી એક ઇસમ બહાર નીકળી સ્ટંટ કરતો જણાય આવતો એક વીડિયો વાયરલ થયેલ જે વીડિયો બાબતે મહે.પોલીસ

અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આઇ.બાજપાઈ નાઓના માર્ગદર્શન મુજબ ઈ.ચા પોલીસ ઇન્સપેકટર એચ.વી.સીસારા ની સુચનાથી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનન સર્વેલન્સ પો.સબ.ઇન્સ એચ.એ.રિષિન નાઓએ સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવી ગાડી ચાલક તથા સ્ટંટ કરતા ઇસમ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી તપાસ કરતા સદર આઇ-૨૦ ફોર વ્હીલ ગાડી સીલ્વર કલરની

જેનો રજી.નં. જી.જે.૦૭.ડીસી. ૪૪૫૯ ની હોય તેના ચાલક જયદિપ તુષારભાઈ સોજીત્રા રહે. ૪, ઇલેવન સોસાયટી, પીજ રોડ નડિયાદ-૨ તા.નડિયાદ જી.ખેડા તથા કારના કાચમાંથી બહાર નીકળી સ્ટંટ કરનાર યશ મનીષભાઇ પંડયા રહે. મજમુદારની પોળ, સમડી ચકલા નડિયાદ તા.નડિયાદ જી.ખેડા નાઓ હોય જે બંને ઇસમો વિરુધ્ધ નડિયાદ ટાઉન પોસ્ટે ગુ.ર.નં.૧૧૨૦૪૦૪૬૨૪ ૦૧૫૧/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૨૭૯ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તથા પકડાયેલ બંને ઇસમો કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કેમ તેની તપાસ હાલમાં ચાલુ છે.

પકડાયેલ આરોપી ઃ (૧) જયદિપ તુષારભાઈ સોજીત્રા રહે. ૪, ઈલેવન સોસાયટી, પીજ રોડ નડિયાદ -૨ તા.નડિયાદ જી.ખેડા (૨) યશ મનીષભાઇ પંડયા રહે. મજમુદારની પોળ, સમડી ચકલા, નડિયાદ તા.નડિયાદ જી.ખેડા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.