Western Times News

Gujarati News

નેપાળમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાઈ ગયા

નવી દિલ્હી, ભારતના પડોશમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. નેપાળમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાઈ ગયા હતા. નેપાળ સાયન્સ સેન્ટરે જણાવ્યું હતું કે નેપાળમાં લગભગ ૧.૨૦ વાગ્યે (ગુરુવારની શરૂઆતમાં) ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ હતી અને તેનું કેન્દ્રબિંદુ મકવાનપુર જિલ્લાના ચિતલંગમાં હતું.

હાલમાં આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. પરંતુ રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે ૩ નવેમ્બરના રોજ નેપાળના જાજરકોટમાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૫૩ લોકોના મોત થયા હતા અને હજારો લોકો બેઘર થઈ ગયા હતા.

નેપાળનો આ વિસ્તાર ભૂકંપથી ખરાબ રીતે પ્રભાવિત થયો છે અને લોકો તંબુઓમાં રહેવા મજબૂર છે. જેના કારણે લોકો હવે ઠંડીનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં તંબુઓમાં રહેતા પાંચ લોકો ઠંડીના કારણે મૃત્યુ પામ્યા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાજરકોટમાં ૩૪,૦૦૦ થી વધુ પરિવારો તંબુઓમાં રહે છે કારણ કે તેમના ઘરો ભૂકંપથી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે.

આ પહેલા ૧૭ નવેમ્બરે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરપૂર્વીય મ્યાનમારમાં ગયા શુક્રવારે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ૫.૭ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર શાન રાજ્યના કેંગ તુંગ શહેરથી લગભગ ૭૬ કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું. ભૂકંપ લગભગ ૧૦ કિમી ઊંડે હતો. હાલમાં આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.