નેત્રંગમાં પ્રાથમિક સુવિધા નહિ મળતા મહિલાઓ વિફરી
(પ્રતિનિધિ) ભરૂચ, નેત્રંગ ગામમાં પ્રાથમિક સુવિધા નહિ મળતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.જેથી સુવિધાઓ ન મળતા આવનારી વિધાનસભા વિધાનસભાની ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
છેલ્લા ઘણા સમયથી નેત્રંગ તાલુકાને તાલુકાનો દરજ્જાે આપવામાં આવ્યો છે.પરંતુ ગામમાં પ્રાથમિક સુવિધાઓના નામે ફક્ત વાતો જ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.નેત્રંગ ગામના જવાહર બજાર વિસ્તારમાં માર્ગ અને ગટરોની સુવિધાઓ નહીં મળતા સ્થાનિકોએ આ અંગે અનેકવાર ગ્રામ પંચાયત કચેરી ખાતે રજુઆત કરી છે.
પરંતુ આંખે પાટા બાંધીને બેઠેલ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તલાટી દ્વારા કોઈપણ જાતના પગલાં નહિ ભરવામાં આવતા સ્થાનિકોએ આજરોજ વિરોધ વ્યક્ત કર્યો હતો અને જ્યાં સુધી સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી આવનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે સ્થાનિકોની ચીમકીને પગલે તંત્ર દોડતું થયું છે.