ન્યુઝીલેન્ડમાં લૂંટારુઓએ ગુજરાતી યુવાનની હત્યા કરી
જલાલપોર, વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં જલાલપોર તાલુકાના વડોલીગામના યુવાનની હત્યા થઈ છે. દુકાનમાં પત્નીની નજર સામે લૂંટારુઓએ પતિને ચપ્પુના ઘા ઝીંક્યા હતા.
જનક પટેલ નામના યુવક પર ચપ્પુ વડે હિંસક હુમલો કરી હત્યા નિપજાવી હતી. દુકાનમાં બે દિવસ અગાઉ લૂંટારૂઓ ત્રાટકયા હતા. હત્યા બાદ લૂંટારૂઓ ફરાર થઈ જતા NRI ઓમાં ભારે રોષ ફેલાયો છે.
તો અમેરિકામાં પણ વારંવાર ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓની હત્યાના સમાચાર આવતા રહેતા હોય છે. થોડા દિવસો અગાઉ અમેરિકામાં એક ગુજરાતીની હત્યા થઈ હતી. મૂળ સુરતના પોપડા ગામના એ વ્યક્તિનું દક્ષિણ કેરોલીનામાં ગોળી વાગતા મોત થયુ હતુ. રુમનું ભાડુ ન આપવાને લઇને થયેલી માથાકુટમાં ગુજરાતી વ્યક્તિની હત્યા કરી દેવાઇ હોવાનુ સામે આવ્યુ હતુ.