પાલનપુરમાં ફેકો પદ્ધતિથી આંખના મોતીયાના 70 દર્દીના ઓપરેશન કરાયા
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) પાલનપુર લાયન્સ કલબ ખાતે સતત ૧૧મા ફેકો પદ્ધતિથી આખના ઓપરેશન પાલનપુર,ડીસા અને અમીરગઢના ૭૦ દર્દીઆૅના વિનામૂલ્યે આખના મોતીયાના આૅપરેશન અમદાવાદ ના નિષ્ણાંત તબીબો દ્વારા કરવામા આવ્યા હતા.
આ કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન, પૂર્વ લાયન્સ પ્રમુખ અને સિનીયર ફિઝિશિયન ડૉ.સલીમભાઈ શેખે જણાવ્યુ હતુ કે આ કેમ્પને સહયોગ અમદાવાદના શિફા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ના સહયોગ થી સતત ૧૧વર્ષથી કરાયછે જે એક અનમાલ સેવાછે જે વ્યકિત જુએછે અને તેને જાવાનુ ઓછુ કે બંધ થઇ જાય ત્યારે તે વ્યથા થી પિડાયા બાદ તેની દ્રષ્ટી એકાએક તેજ થાય તે વખતે તેના રદ્દયથી નિકળતી દુઆ જ આ નેક કાર્ય પર નિર્ભરછે
આ ટ્રસ્ટનો મૂળ હેતુ પણ જરૂરિયાતમંદ ધર સુધી પહોંચી સેવા કરવાના મુખ્ય હેતુ છે. મારી ટીમના સંપૂર્ણ સહકાર થી એક મહિનાની ભારી જેહમત થી કેમ્પ ને સફળ બનાવવામા સહભાગીઓનો આભારીછુ. સાથો સાથ અમદાવાદના શિફા મલ્ટિસ્પેશ્યાલિટી દવાખાનાના, મદની હોસ્પિટલ ડીસા, ગ્રેજયુએટસ શોસ્યલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ,સાવઁજનિક દવાખાના પાલનપુર દ્વારા આયોજિત તથા લાયન્સ કલબ ઓફ પાલનપુરના સહકારથી પાલનપુર, અમીરગઢ અને ડીસાના આસરે ૭૦ દર્દીઓના આખના મોતિયાના ઓપરેશનો કરાયા તેમા જે બાકી રહી ગયેલ દર્દીઓ છે તેમને ઓપરેશનની આપેલ તારીખ મૂજબ તદ્દન વિના મૂલ્ય તે દિવસે આૅપરેશન કરવામા આવેશે.
આ કેમ્પ સફળ બનાવવા તનતોડ જેહમત ઉપાડનાર કોઓડીનેટર અને લાયન્સ કલબ ના ડિરેક્ટર અતિકુરરેહમાન કુરેશી, લાયન્સ પ્રમુખ લા.દશિલ શાહ, મંત્રી લા.મુકેશભાઇ મોઢ, લાયન્સ ના સકિય સભ્ય લા.વાસુદેવભાઇ મોદી, લા.અમૃતલાલ પટેલ, લા.આર.ડી.પરમાર, ગ્રેજયુએટસ ટ્રસ્ટના સભ્ય, અમીરભાઇ બેલીમ, શિફા હોસ્પિટલ અમદાવાદ થી માલાના સલામ સાહેબ,ડૉ.ફિરાશ શેખ, મદની ટ્રસ્ટ ડીસા ફૈસલ ઠેકેદાર ઉપસ્થિત રહી કેમ્પને કામ્યાબ બનાવ્યા હતો.