પાલનપુર જનસેવા કેન્દ્રમાં પાણીની સુવિધા ન હોય વિદ્યાર્થીઓને હાલાકી
પાલનપુરના જનસેવા કેન્દ્રમાં દાખલા લેવા અરજદારોની લાઈનો લાગી
પાલનપુર, પાલનપુરમાં જાેરાવર પેલેસમાં આવેલ જન સેવા કેન્દ્રમાં હાલ શાળાઓ શરૂ થતાની સાથે જ વિવિધ દાખલા લેવા ઉમટી પડતા હોય હાલ જન સેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગેલી જાેવા મળી રહી છે.
જાેકે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓને દાખલા કેવા કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે પરંતુ અહીં પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા ન હોય વિદ્યાર્થીઓને પાણીને લઈ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓ આવક, જાતિ, ક્રિમીનલ જેવા દાખલા મેળવવા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સરકારી કચેરીઓના આંટા ફેરા મારતા થયા છે
જેમાં પાલનપુર તાલુકામાં સ્કૂલ કોલેજ અને આઈટીઆઈ સહિતના એકમોમાં પ્રવેશ માટે આવક જાતિ અને ક્રિમીનલ દાખલાની જરૂરિયાત ઉભી થતા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે દાખલાઓ લેવા પાલનપુરમાં જન સેવા કેન્દ્રમાં ઉમટી રહ્યા હોય
અહી વહેલી સવારથી મોડી સાંજ સુધી વિદ્યાર્થીઓની ભારે ભીડ જામેલી મળે છે. જાેકે અહી દાખલા મેળવવા આવતાં વિદ્યાર્થીઓનો ભારે ઘસારો હોવા છતાં હાલની કાળઝાળ ગરમીમાં આ અરજદાર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ છવાયો છે
જેમાં જન સેવા કેન્દ્રમાં તાત્કાલિક ધોરણે પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.