પાલીતાણામાં ડોળી યુનીયનો વચ્ચે ફરી માથાકૂટ અને તોડફોડ કરાતાં ફરિયાદ
પાલીતાણામાં અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ
પાલીતાણા, શ્રમીકો મજુરો કમે પાલીતાણા આવે છે. અને આ તળેટીમાં ડોળી વાળા માટે વર્ષોથી બેસવા માટે વિસામાંની જગ્યા છે. જયા એકાદ વર્ષ પહેલાંનવું ડોળી યુનિયન બનાવા આંતરીક ઝઘડાના કારણે વિવાદ ઉભો થયો હતો. જેના કારણે ડોળીના પુર્વ પ્રમુખની સામે કેસો ઉભા કરાયા હતા.
બાદમાં ફરીયાદી નાનું હીરજીભાઈ મકવાણા અને રાઘવ પોપટભાઈ બોલીયા દ્વારા નવું યુનીયન બનાવ્યું હતું. આ ડોળી ભાડાનો કારોબાર વધાર્યો હતો. આ મામલો શાંત થતા જુના ડોળી મંડળના તમામ સભ્યો દ્વારા જુના યુનિયયન ફરીથી કાર્યરત કર્યુું હતું. જેમાં ખાસ કરીને તમામ ડોળીવાલા ભાઈઓ બહેનો માટે ડોળી ફ્રી આઅપવા નિર્ણય કર્યો હતો.
સ્થાનીક લોકો પાસે જાણવા મુજબ આ બાબતે કોઈ જાણ્યા વગર પહેલા નવા યુનિયનના સભ્યો અને એમનો દીકરો અને વિેરેશ જૈન પહેલા ફોટા પાડવા માટે આવ્યા હતા અને બાદમાં એક ૩૦થી ૪૦ લોકોનું ટોળું આ વિસામામાં આવીને તોડફોડ કરવા લાગ્યા હતા અને જુના યુનિયન દ્વારા વિસામાંની બહાર યાત્રીકો અને ડોળીવાલા વાંચી શકે છે.
તે બેનરો લગાવવામાં આવેલ આ ફ્રી ડોળીના બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા વધુમાં પુર્વ ડોળીના પ્રમુખ પોતાના વ્યવસાયઈ કરતી જગ્યાએ આ ટોળાએ આતંક મચાવ્યો હતો. અને ત્યાં પણ એમના દીકરાને માર મારવામાં આવ્યો હતો. જેના વીડીયો સોશીયલ મીડીયામાં વાઈરસ થતા પોલીસ હરકતમાં આઅવી હતી અને સમગ્ર ઘટનાની ગંભીરતા લઈ કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં ડોળી યુનિયનના પૂર્વ પ્રમુખના દીકરા ધર્મેશભાઈએ તોડફોડ કરવા આવેલ હર્ષ શાહ અને વીરેશ શાહ અને સમકિત ગુપ બોરીવલી મુંબઈના ગ્રુપના ટોળા વિરૂધ્ધ પોતાની ફરીયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આપી હતી અને જુના ડોળી યુનીયનના મંત્રીએઅ ડોળી વાળા બેસવા વાળી જગ્યા વિસામોમાં તોડફોડ કરતા આ તમામ ઈસમો સાથે કાયદાકીય પગલાં ભરવા પાલીતાણા કલેકટર ને લેખીત રજુઆત કરવામાં આવી હતી.
જુના ડોલી યુનિયનના નવા પ્રમુખ નિમાયેલા ભરત રાઠોડ, દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતા લઈને ગૃહ વિભાગ તેમજ જીલ્લા કલેકટર અને સ્થાનીક અધિકારીઓને આવા પાલીતાણાની શાંતી ડહોળવાના પ્રયાસો કરતા ઈસમો સાથે પગલાં લેવા ઉગ્ર માગણી કરાઈ છે.