પંચાયત ચૂંટણીમાં જનતાનો નિર્ણય, ટાઈ પછી બાળકો દ્વારા ચિઠ્ઠી નખાવી સરપંચ પસંદ કરાયા
ભોપાલ, પછી ચૂંટણી લોકસભાની હોય કે પછી પંચ પદની દરેક ચૂંટણીમાં એક એક વૉટનું મહત્ત્વ હોય છે. મધ્ય પ્રદેશમાં થયેલી પંચાયતની ચૂંટણીમાં રસપ્રદ પરિણામ આવ્યા. હરદા અને સાગરમાં પંચાયતની ચૂંટણી ઉમેદવારો વચ્ચે ટાઈ થઈ ગઈ, એટલે કે બંનેને બરાબરના વોટ મળ્યા.
એવામાં ર્નિણય મુશ્કેલ હતો કે કઈ રીતે ચૂંટાયેલા માનવામાં આવે. ગ્રામજનો અને ઉમેદવારોની સહમતિથી બંને જગ્યાએ બાળકોના હાથે ચિઠ્ઠી કઢાવવામાં આવી. બાળકોએ જે ઉમેદવારના નામની ચિઠ્ઠી કાઢી દીધી પ્રશાસને તેને જ ચૂંટાયેલા જાહેર કરી દીધા.
હરદા જિલ્લામાં પંચાયતની ચૂંટણીની મતગણતરી અને પરિણામોની જાહેરાતના સમયે રોચક ઘટના સામે આવી. ગ્રામ પંચાયત કાંકરિયાના વોર્ડ નં.-૧માં પંચ પદ પર બે મહિલા ઉમેદવાર શ્યામબાઈ અને ગૌરાબાઇ સામસામે હતી. ૨૫ જૂનના રોજ થયેલા મતદાન બાદ આજે પંચયત ચૂંટણીના પરિણામોને જાહેરાતમાં એ સમયે અજબ સ્થિતિ બની ગઈ, જ્યારે ખબર પડી કે બંને મહિલા ઉમેદવારોને બરાબર ૮-૮ વોટ મળ્યા છે.
ઘટનાસ્થળ પર ઉપસ્થિત તાલુકાધિકારી ધર્મેન્દ્ર ચોકસેએ જીત હારનો ર્નિણય ચિઠ્ઠીના આધાર પર કરવાનો ર્નિણય બંને ઉમેદવારોની સહમતીથી લીધો. બંને મહિલાઓના નામ અલગ અલગ ચિઠ્ઠી પર લાખીને તેને એક પ્લાસ્ટિકના ડબ્બામાં નાખી દેવામાં આવી.
પછી એક વર્ષના બાળક પાસે ચિઠ્ઠી કઢાવવામાં આવી. બાળકે શ્યામબાઈના નામની ચિઠ્ઠી કાઢી. ત્યારબાદ તાલુકાધિકારીએ શ્યામબાઈને ચૂંટણી જીતવાનું પ્રમાણ પત્ર આપી દીધું. જ્યારે શ્યામબાઈને ચૂંટાયેલી જાહેર કરવામાં આવી એ સમયે પરાજિત થયેલી ગૌરાબાઈએ પણ હાથ ઉઠાવીને ર્નિણયનું સ્વાગત કર્યું.
તાલુકાધિકારી ધર્મેન્દ્ર ચોકસેએ કહ્યું કે, ચિઠ્ઠીના આધાર પર શ્યામબાઈને ચૂંટાયેલી જાહેર કરી દીધી. બંને મહિલા ઉમેદવારોને બરાબર વોટ મળ્યા હતા. કાંકરિયા પંચાયત વોર્ડ એકમાં કુલ ૨૬ વોટ પડ્યા હતા. શ્યામબાઈ અને ગૌરાબાઈ બંનેને ૮-૮ વોટ મળ્યા હતા.
બાકી ૧૦ વોટ અન્ય ઉમેદવારોના ખાતામાં ગયા. એક જ ગામની રહેવાસી બંને મહિલા એકબીજાની સંબંધી છે, પરંતુ ચૂંટણીમાં સામસામે હતી. હાર બાદ પણ ખુશ ગૌરાબાઈએ કહ્યું કે તેને ખુશી છે કે તેની ભાભી શ્યામબાઈ ચૂંટાઈ.
બરાબર એવો જ ર્નિણય સાગર જિલ્લાના જૈસીનગર બ્લોકની સિંગારચોરી પંચાયતમાં જનતાએ આપ્યો. અહીં સરપંચ પદ પર ર્નિણય ટાઈ થઈ ગયો. અહીં પણ તાલુકા કચેરીમાં લોટરી કાઢીને ર્નિણય કરવામાં આવ્યો. સિંગારચોરીમાં પંચાયત પદ પર ૬ ઉમેદવાર મેદાનમાં હતા.
વોટિંગ બાદ મતગણતરી થઈ, જેમાં મીનલ અજય જૈન અને બળવાન સિંહ રાજપૂતને બરાબર ૪૧૬-૪૧૬ વોટ મળ્યા એટલે કે ટાઈ થઈ ગઈ. ત્યારબાદ ચૂંટણી આયોગ પાસેથી મળેલા નિર્દેશ પર લોટરી કાઢીને ર્નિણય કરવામાં આવ્યો. તાલુકાધિકારી ર્નિમલ રાઠોરે બંને ઉમેદવારોની હાજરીમાં એક છોકરી પાસે ચિઠ્ઠી કઢાવીને ર્નિણય લીધો. છોકરીએ બળવાન સિંહ રાજપૂતના નામની ચિઠ્ઠી કાઢી અને તેને વિજયી જાહેર કરવામાં આવ્યો.HS1MS