ઝઘડિયાના ફુલવાડી ગામે મામાના ઝઘડામાં વચ્ચે પડનાર ભાણેજનુ જમીન પર પછાડતા મોત નીપજ્યું
(પ્રતિનિધિ)ભરૂચ, માર થી બચવા મામા ભાણેજના ઘરમાં ઘુસી જતા મામાને બચાવવા ભાણેજ ઘરના દરવાજા વચ્ચે ઉભો? રહી? જતા હુમલાખોરોએ તેને ધક્કો મારતા તે પટકાયો હતો અને તેનુ મોત થયુ હતુ.જે ઘટના સંદર્ભે ત્રણ ઈસમો સામે ગુનો નોંધાયો હતો.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામે થયેલ ભાણેજના ઝઘડામાં છોડાવવા વચ્ચે પડનાર મામાનુ જમીન પર પછાડતા તેનું મોત નીપજ્યું હતું.
ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ફુલવાડી ગામના ખાડી ફળિયામાં રહેતો રાજુભાઇ નગીનભાઈ વસાવા નામનો યુવાન ગતરોજ તા.૧૪ મીએ સાંજના પાંચેક વાગ્યાના સમયે ગામની ખાડીએ નહાવા ગયો હતો. ત્યારે ગામના જયરામ દેવજીભાઈ વસાવાએ રાજુને કહ્યું હતુંકે તારે આંબાવાડી પાસે ખાડીમાં નહાવા માટે આવવું નહી, તેમ કહીને ગાળો દઈને ઝઘડો કર્યો હતો.
ત્યાર બાદ આ ઝઘડાની રીસ રાખીને સાંજના છ વાગ્યાના અરસામાં જયરામ દેવજીભાઇ વસાવા,બળવંત લાલા ઉર્ફે મહેશ વસાવા તેમજ દેવજી ભગુભાઈ વસાવા લાકડીઓ લઈને રાજુભાઈને મારવા તેના ઘરે આવ્યા હતા.તે સમયે રાજુ ઘેર હાજર ન હતો.
ત્યારબાદ રાતના આઠેક વાગ્યાના અરસામાં રાજુ ઘરે આવી ગયેલ હોવાની જાણ થતાં જયરામ દેવજી વસાવા, અમિત શુકલભાઈ વસાવા તેમજ બળવંત લાલા ઉર્ફે મહેશ વસાવા, આ ત્રણેય જણા હાથમાં લાકડીઓ લઇને રાજુને મારવા તેના ઘરે આવ્યા હતા.
આ લોકો ગાળો બોલીને રાજુને માર મારવા લાગ્યા હતા.ત્યારે રાજુ મારથી બચવા તેની બહેન ટીનુબેનના ઘરમાં ઘુસી ગયો હતો. તેથી આ ત્રણેય જણા રાજુને મારવા તેની પાછળ આવ્યા હતા.તે દરમ્યાન ટીનુબેનનો ૨૨ વર્ષીય છોકરો મહેશ નવિનભાઈ વસાવા રાજુ ને મારથી બચાવવા ઘરના દરવાજામાં ઉભો રહી ગયો હતો.
મહેશે આ લોકોને ઝઘડો કરવાની ના પાડતા તે લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને મહેશને પકડી લઈને જાેરથી જમીન પર પછાડ્યો હતો.તેથી મહેશને માથાના ભાગે વાગતા તે બેહોશ થઈ ગયો હતો.ત્યાર બાદ મહેશ ભાનમાં નહી આવતા તેને સારવાર માટે ઝઘડિયા સેવારૂરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.
જ્યાં ડોકટર દ્વારા તપાસીને તેને મરણ પામેલ જાહેર કર્યો હતો.ઘટના સંદર્ભે મૃતકની માતા ટીનુબેન નવિનભાઈ વસાવા રહે.ગામ ફુલવાડી તા.ઝઘડિયાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે જયરામ દેવજીભાઈ વસાવા,અમિત શુકલભાઈ વસાવા તેમજ બળવંત લાલા ઉર્ફે મહેશ વસાવા ત્રણેય રહે.ગામ ફુલવાડી તા.ઝઘડિયા જી.ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.