Western Times News

Gujarati News

વિરપુર પંથકમાં શ્રદ્ધાના પ્રતીક માટીના ગરબા બનાવવાનું કામ પુરજાેશમાં

(પ્રતિનિધિ) વિરપુર, આદ્યશક્તિની આરાધના કરવા માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રી પૈકી આસો મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આગામી દિવસોમાં નવલા નોરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે વિરપુરમા માટીના પરંપરાગત ગરબાનું આકર્ષણ, કલાકારે વિવિધ કલર અને ડીઝાઈનના ગરબા તૈયાર કર્યા છે.

નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કારીગરો દ્વારા ગરબા કોરવવાની અને બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. સામાન્ય રીતે માટી કામ કરતા પ્રજાપતિ (કુંભાર) સમુદાય દ્વારા માટીકામ કરી માતાજીના ગરબા બનાવવામાં આવે છે. જેમાં સૌ પ્રથમ કાચીમાટીમાંથી ગરબો બનાવી તેને કોડી તેને ભઠ્ઠીમાં પાકો કરવામાં આવે છે.

ત્યારબાદ ગરબાને પકવીને તેના પર રંગ બેરંગી કલર કામ કરી તેમજ હીરા, મોતીથી જડીને એક સુંદર ગરબો તૈયાર કરવામાં આવે છે સામાન્ય રીતે પ્રાચીન લોક સંસ્કૃતિ મુજબ નવરાત્રીનો ઉત્સવ આસો સુદ એકમથી લઇને આસો સુદ નોમ સુધી મનાવવામાં આવે છે હિન્દૂ ધર્મની સંસ્કૃતિ મુજબ નવરાત્રી તહેવારમાં ગરબા મુકવાનું અનેરું મહત્વ રહેલું છે.

જેમાં માતાજીના સ્થાપન આગળ ગરબો કોરાવી તેમાં દીપ જલાવી માંડવી આગળ મુકવામાં આવે છે અને તેની આજુ બાજુ ગરબા રસીકો તેમજ ખેલૈયાઓ ગરબે ગુમતા હોય છે જે આજે પણ લોક સંસ્કૃતિ મુજબ પરંપરાગત રીતે ચાલી રહ્યું છે ગરબો શબ્દ સંસ્કૃત ભાષા ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે.

જેમાં ગર્ભ એટલે ગરબાનો અંદરનો ભાગ જેમાં દીપ જલાવી ગરબો મુકવાની પરંપરા જાેવા મળતી હોય છે મહિસાગર જિલ્લાના વિરપુરમાં માટીકામ વ્યવસાય સાથે જાેડાયેલા પ્રજાપતિ સમાજના કારીગરો દ્વારા માતાજીના ગરબા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કારીગરો દ્વારા વિવિધ રંગ બેરંગી રંગો દ્વારા હાલ માતાજીના ગરબા બનાવી રહ્યા છે.

સમય ભલે બદલાયો હોય પરંતુ માટીના ગરબાનું આજેય એટલું જ મહત્વ રહ્યું છે. જેમાં મોટાભાગના માઈ ભક્તો નવરાત્રી દરમ્યાન ઘટ સ્થાપનમાં દેશી ગરબા લેવાનું જ પસંદ કરતા હોય છે. ત્યારે નવરાત્રી પૂર્વે વિરપુરના રહેતા ભરતભાઇ પ્રજાપતિના પરિવારના લોકો છેલ્લી પાંચ પેઢીઓથી ૬૪ કલામાંથી એક માટીકામની કલાનું વારસાગત માટીકામની કામગીરી કરી રહ્યા છે.

વધુમાં તેમના જણાવ્યા મુજબ બે વર્ષ કોરોનાના સમયને કારણે ગરબાનું વેચાણ થયું ન હતું. પરંતુ આ વર્ષે ગરબા સારી રીતે વેચાશે તેમજ ગરબા રસીકો અને ખેલૈયાઓ માતાજીના ગરબા મોટા પ્રમાણમાં લેશે તેવી આશા બંધાઈ છે. નવરાત્રીના ૩ માસ પહેલાથી મહેનત શરૂ કરી દે છે વિરપુરના એક કલાકારે અલગ-અલગ કલર અને ડીઝાઈનના ગરબા તૈયાર કર્યા છે.

ગરબા તૈયાર કરવા માટે દૈનિક તે ૧૦થી ૧૨ કલાક મહેનત કરે છે. સામાન્ય રીતે એક ગરબાને તૈયાર કરતા ૩ દિવસ જેવો સમય લાગે છે. અને ત્રણ દિવસે બંન્નેની ૧૦થી ૧૨ કલાકની મહેનતથી આશરે ૭૦ થી ૮૦ ગરબા તૈયાર થાય છે. અગાઉ માત્ર ગરબાને સાદા કલર જ કરાતા. હવે તેમાં અવનવી ડીઝાઈન, પેન્ડીંગ કરવામાં આવે છે આ વર્ષે આશરે ૧૦૦ રૂપિયાથી ૧૨૦ રૂપિયાના ભાવ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.