પુરુલિયામાં ટોળાએ યુપીના ત્રણ સાધુઓને માર માર્યો
કોલકાતા, બંગાળમાં પાલઘર જેવી ઘટના સામે આવી છે જેમાં પુરુલિયામાં ટોળાઓ દ્વારા ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને ર્નિવસ્ત્ર કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો, આ ઘટના બાદ ભાજપે મમતા સરકારને ઘેરી લીધી છે. આ ઘટનામાં પોલીસે બાર લોકોની ધરપકડ કરી છે.
પશ્ચિમ બંગાળમાં મોબ લિંચિગનો મામલો સામે આવ્યો છે જેમાં લોકોના ટોળાએ ત્રણ સાધુઓને બાળકો ઉપાડનાર સમજીને ર્નિદયતાથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ ભાજપ રાજ્યની તૃણમૂલ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે.
જાે કે આ મામલે હજુ સુધી ટીએમસી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ મામલે અનુરાગ ઠાકરેએ મમતા સરકાર પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે શા માટે બંગાળમાં આવું વાતાવરણ છે? તુષ્ટિકરણની રાજનીતિના કારણે આવું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે રામ જન્મભૂમિનો શિલાન્યાસ થયો ત્યારે બંગાળમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. સાધુઓની હત્યાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આ તુષ્ટિકરણની રાજનીતિ બંગાળને ક્યા લઈ જઈ રહી છે? આવી આખરે આવી હિન્દુ વિરોધી વિચારસરણી શા માટે છે ? ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આ વીડિયોને સોશિયલ મીડિયા એક્સ પર શેર કરતા લખ્યું હતું કે ‘મમતા બેનરજીએ તેમના મૌન પર શરમ આવવી જાેઈએ’.
તેમણે સવાલો કરતા આગળ લખ્યું કે શું આ સાધુઓનું કોઈ મહત્વ નથી? અમારે આ અત્યાચારનો જવાબ જાેઈએ છે. ઉલ્લેખનીય છે કે ૩૦ સેકેન્ડના વીડિયોમાં લોકોનું ટોળું સાધુઓને ર્નિવસ્ત્ર કરીને ઢોર માર મારતા જાેવા મળી રહ્યું છે. આ ઘટનાને અમિત માલવિયાએ મહારાષ્ટ્રના પાલઘરમાં ૨૦૨૦માં બનેલી ઘટના સાથે સરખામણી કરી હતી.
આ ઘટના અંગે પુરુલિયા જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના અંગે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે જ્યારે સત્ય એ છે કે બે દિવસ પહેલા એટલે કે ૧૧મી જાન્યુઆરીએ બપોરના સમયે ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ત્રણ સાધુઓ અને ત્રણ સ્થાનિક સગીર વયની છોકરીઓ વચ્ચે ભાષાની સમસ્યાને કારણે ગેરસમજ ઉભી થતાં છોકરીઓએ બૂમો પાડીને ભાગવાનું શરુ કર્યું હતું, આ પછી ત્યાં ભીડ ભેગી થઈ ગઈ હતી અને ટોળાએ સાધુઓ સાથે મારપીટ કરી હતી.
આ કેસમાં પોલીસે બાર લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય સાધુઓ ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળના પ્રસિદ્ધ ગંગાસાગર મેળામાં જઈ રહ્યા હતા. SS2SS