Western Times News

Gujarati News

રાધનપુરમાં 13 દર્દીના ઓપરેશન બાદ 5 દર્દીની દ્રષ્ટિમાં ખામી

અમદાવાદના માંડલ બાદ પાટણના રાધનપુરમાં પણ અંધાપાકાંડ

(એજન્સી)રાધનપુર, રાજ્યમાં વધુ એક આંખની હોસ્પિલની ગંભીર બેદરકારીનો આંધાપાકાંડ સામે આવ્યો છે. અમદાવાદના માંડલ બાદ પાટણના રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલ ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. જેમાં ૧૩ દર્દીના ઓપરેશન બાદ ૫ દર્દીની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાઈ છે. પાટણના રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ અંધાપાનો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં ૨ મહિલા અને ૩ પુરુષને આંખમાં ચેપ લાગ્યો છે. મોતિયાના ઓપરેશન બાદ દર્દીને અંધાપો આવ્યો છે. જે બાદ દર્દીઓને અમદાવાદ ખાતે અસારવા આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગઈકાલે ગાંધીનગર અને અસારવા આંખની હોસ્પિટલની ટીમ રાધનપુર ખાતે તપાસમાં પણ ગઈ હતી. જે તપાસમાં ૫ દર્દીઓને આંખમાં તકલીફ હોવાનુ સામે આવ્ય હતુ. અત્રે જણાવીએ કે, ૨ ફેબ્રુઆરીના રોજ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા.

જેમાં ૪૫ વર્ષ અને ૬૫ વર્ષીય રાધનપુરની મહિલાને દ્રષ્ટિમાં ખામી સર્જાઈ છે. ૭૮ વર્ષના સાંતલપુરના પુરુષ, ૭૦ વર્ષના રાધનપુરના પુરુષ અને ૬૫ વર્ષીય કાંકરેજના પુરુષને આંખમાં તકલીફ થઈ છે. માંડલ પછી હવે રાધનપુરમાં આંખની હોસ્પિટલમાં પાંચ દર્દીઓની દ્રષ્ટિમાં આવેલી ખામીને લઈને વિવિધ સવાલો ઉભા થયા છે. આ ઘટનાના પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.

બીજી તરફ અંધાપાકાંડની વધુ એક ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. માંડલની ઘટનામાં તબીબ અને ટ્રસ્ટી સહિત ૧૧ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ સરકારે પણ આવી ઘટનાઓને ગંભીરતાથી લઈને ચેરીટેબલ ટ્રસ્ટ કે એનજીઓના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાની દીશામાં કવાયત હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.