રાજસ્થાનમાં પશુઓનાં નામે જન આધાર કાર્ડ બનાવી દેવાયા
કાર્ડમાં પશુુઓ-ફૂલોની તસવીરો પણ લગાવાઈ હતી, છતાં સરકારી અધિકારીઓએ તેને મંજુરી આપી દીધી
(એજન્સી)જયપુર, રાજસ્થાન સરકાર વિવિધ યોજનાઓનો લાભ પહોચાડવા માટે લોકોને જનઆધાર કાર્ડ આપવામાં આવ્યા છે. જાેકે આ જન આધાર કાર્ડમાં મોટા છબરડા સામે આવ્યા છે. કેટલાક એવા કાર્ડ સામે આવ્યા છે. કે જેમાં પશુઓ અને ફુલોના ફોટો છે.
એટલું જ નહી આ કાર્ડમાં પશુઓ અને ફૂલોના નામ પણ લખેલા હોોવાનું સામે આવ્યું છે. જયારે કાર્ડધારકો પાક વળતર માટે અધિકારીઓ પાસે કાર્ડ લઈને આવ્યા ત્યારે આ છબરડો બહાર આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આવા કાર્ડ પર પશુઓ અને ફુલોની તસવીરો અને નામ લગાવીને બનાવટી રીતે પેશન પણ મેળવવામાં આવી રહયું હોવાનો દાવો આ રીપોર્ટમાં કરાયો છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમાં પીપીઓ નંબર પણ જાેડી દેવાયાનો દાવો કરાઈ રહયો છે. જયારે ભાંડો ફૂટયો ત્યારે પ્રશાસન દોડતું થયું અને આવા કાર્ડ કેવી રીતે બનાવવામાં આવ્યા છે. અને તેની તપાસના આદેશ અપાયા છે.
રાજસ્થાનના ઝુઝુનુંના આનંદપુરામાં આવા કાર્ડ મળી આવ્યા હતા, આનંદપુરાના રહેવાસી સુરેન્દ્રના પત્ની કલ્પનાના નામે જન આધાર કાર્ડ બનાવવામાં આવ્યંું હતું. ર૦૧૭માં તેને બનાવવામાં આવેલા આ કાર્ડમાં પતી પુત્રોના નામ પણ સામેલ છે. જયારે પાક વળતર માટે કાર્ડધારકો ગ્રામે સેવકનો સંપર્ક કર્યો હતો.
ત્યારે મામલો બહાર આવ્યો હતો. ગ્રામ સેવકે જયારે કાર્ડની વિગતો શોધી ત્યારે તે આશ્ચર્યમાં મુકાયો હતો. કલમના નામની આ મહીલાના કાર્ડ પર અન્ય ૧૬ નામો જાેડવામાં આવ્યા હતા. એટલું જ નહી જેના નામોને આ આ કાર્ડમાં જાેડવામાં આવ્યા તેમાં પશુઓના ફોટો પણ લગાવવામાં આવ્યા હતા. કાર્ડમાં ૧૩ લોકોની જન્મ તારીખ એક સરખી લખવામાં આવી છે.