રાજકોટ APMCમાં ટુકડા ઘઉંની ધૂમ આવક થઈ
રાજકોટ, માર્કેટ યાર્ડમાં આજે મગફળી, કપાસ, ઘઉં અને બટાકા સહિતના પાકની આવક મોટા પ્રમાણમાં થઈ હતી. યાર્ડમાં અત્યારે સૌથી વધુ ટુકડા ઘઉંની આવક થઈ હતી. યાર્ડમાં અત્યારે ટુકડા ઘઉંની ૯ હજાર Âક્વન્ટલથી વધારે આવક થઈ છે. તેથી જ્યાં જુઓ ત્યાં ઘઉં જોવા મળી રહ્યાં છે.
ત્યારે જાણીએ કે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જણસીના શું ભાવ મળ્યા હતા. યાર્ડમાં અત્યારે ટુકડા ઘઉંની આવક જ ૯ હજાર ક્વિન્ટલથી વધારે થઈ છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની ૯૫૦૦ Âક્વન્ટલ આવક થઈ હતી. ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને ૫૦૫ થી ૫૯૦ રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની ૩૦૦૦ Âક્વન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની ૨૫૦૦ ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને ૧૦૬૫ થી ૧૩૧૦ રૂપિયા મળ્યો હતો. જ્યારે ઝીણી મગફળીની ૧૫૦૦ ક્વિન્ટલ આવક થઈ હતી.
એક મણ મગફળીના ૧૦૩૦થી ૧૨૪૦ રૂપિયા મળ્યો હતો. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ૩૮૪૦ ક્વિન્ટલ બટાકાની આવક થઈ હતી. ખેડૂતોને ૧૭૦થી ૩૧૦ રૂપિયા મળ્યા હતા.
યાર્ડમાં બટાકાની ધૂમ આવક થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. યાર્ડમાં આજે કપાસની ૩૨૫૦ Âક્વન્ટલ આવક થઈ હતી. આજે એક મણ કપાસના ખેડૂતોને ૧૫૦૦થી ૧૬૫૦ રૂપિયા ભાવ મળ્યા હતા.
ખેડૂતોને કપાસના ભાવ ૧૬૦૦ રૂપિયાથી વધારે મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. યાર્ડમાં આજે લાલ સુકા મરચાની ૫૬૦ ક્વિન્ટલ આવક થઈ હતી. મરચાના ખેડૂતોને ૧૪૫૦ થી ૩૫૫૦ રૂપિયા મળ્યો હતો. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ૨૧૦૦ ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. ખેડૂતોને ૧૩૦થી ૩૩૧ રૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં આજે લસણની ૫૫૦ Âક્વન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં એક મણ લસણના ૧૫૫૦થી ૨૩૦૧ રૂપિયા ભાવ મળ્યો હતો.SS1MS