રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી ૫ વર્ષ સુધી શરીર સંબંધ બાંધ્યા
રાજકોટ, રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ કેસમાં આરોપી અન્ય ગુનામાં હાલ જેલમાં છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની યુવતીને ગંજીવાડા વિસ્તારમાં રહેતા દેવરાજ વાલજીભાઈ ગોહિલ નામના શખ્સે નોકરી અપાવવાની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ છેલ્લા પાંચેક વર્ષથી શરીર સંબંધ બાંધ્યા હતા.
આરોપીએ યુવતીને કહ્યું હતું કે જાે કોઈને કહીશ તો યુવતી અને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીને સ્ટાર પ્લાઝાના ઇલેક્ટ્રીક રૂમમાં કામના બહાને બોલાવી ફરિયાદીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
પાંચ વર્ષ સુધી નોકરી કરવા બંધાયેલ છો જાે તું ના પાડીશ તો તને તથા તારા પિતાને જેલમાં પુરાવી દઈશ તેવી યુવતીને ધમકી આપી બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી.
યુવતીને નોકરી નહીં આપી છેતરપિંડી કરી શરીર સંબંધ બાંધ્યો હોવાની યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આરોપી દેવરાજ વાલજી ગોહિલ અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો અને જે ગુનામાં હાલ જેલમાં છે. આ અંગે પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એમ.આર. ગોંડલીયા સહિતના સ્ટાફે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. SS3SS