રાજકોટમાં ૩ દિવસ અનેક વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવશે
રાજકોટ, રાજકોટમાં ભર શિયાળે પાણીકાપ મુકવાની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ શહેરમાં આજથી ૩ દિવસ અનેક વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવશે. ૧ જાન્યુઆરીએ એટલે કે આજે વોર્ડ ૧,૨,૩ અને ૯માં પાણીકાપ રહેશે.
રાજકોટમાં ૧ થી ૩ જાન્યુઆરી સુધી ૧૭ વોર્ડમાં પાણીકાપ રહેશે. તો ૧ જાન્યુઆરીએ વોર્ડ ૧,૨,૩ અને ૯માં પાણીકાપ રહેશે. તો ૨ જાન્યુઆરીએ ૭, ૯, ૧૦, ૧૨, ૧૪, ૧૭ અને ૧૮માં પાણીકાપ રહેશે. જ્યારે ૩ જાન્યુઆરીના રોજ ૨, ૩, ૪, ૮, ૧૧ અને ૧૩માં પાણીકાપ રહે તેવી સંભાવના છે.
તો પમ્પિંગ સ્ટેશનની સફાઈ અને રિપેરીંગના કારણે પાણીકાપ મુકવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. તો બીજી તરફ રાજકોટના ધોરાજી શહેરના વોર્ડ નંબર ૬માં પાલિકા તંત્ર જે પાણીનું વિતરણ કરે છે તે પાણી અત્યંત દુષિત છે.
વળી તે ભયંકર દુર્ગંધ પણ મારે છે.આ સ્થિતિ માત્ર આજકાલની નથી. છેલ્લા ૬ મહિનાથી પાલિકા દ્વારા આવું દુષિત પાણી જ લોકોને અપાઇ રહ્યું છે. પરંતુ આ પાણી એટલું ગંદુ છે કે તે પીવા માટે તો ઠીક, વાપરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય તેમ નથી.જેના કારણે મહિલાઓમાં ઉગ્ર રોષ જાેવા મળી રહ્યો છે. SS3SS