Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરના રામબનમાં રૂ. ૩૦૦ કરોડનું કોકેઇન જપ્ત

(એજન્સી)જમ્મુ, જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં પોલીસે ૩૦ કીલો કોકેઇન જપ્ત કર્યુ છે જેની કીંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૩૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે. નાર્કો ટેરર મોડયુલના પર્દાફાશ કરતા અધિકારીએ જણાવ્યું હતું કે

જમ્મુ-શ્રીનગર હાઇવે પાસે આવેલા બનિહાલ વિસ્તારમાંથી કોકીન જપ્ત કરવામાં આવ્યા પછી પંજાબના બે રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ ક્ષેત્રના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મુકેશ સિંહના જણાવ્યા અનુસાર શનિવાર રાતે ૧૦.૩૦ કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ મોહિત શર્માના નેતૃત્ત્વમાં રામબન પોલીસે કાશ્મીરથી જમ્મુ જઇ રહેલા એક વાહનને રોક્યું હતું જેમાંથી ૩૦ કીલો કોકેઇન જપ્ત કરવામાં આવ્યું હતું.

Jammu: On 30th September, Ramban police intercepted one vehicle at Railway Chowk Banihal and recovered about 30 kg of Cocaine, having an approximate value of Rs 300 crores in the international black market and apprehended two persons. A case under the NDPS Act and other sections has been registered at PS Banihal and an investigation is underway: ADGP Jammu Mukesh Singh.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.