Western Times News

Gujarati News

રામોલમાં બે મિત્રોએ યુવકને બોલાવી ઝઘડો કરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા

અમદાવાદ, રામોલમાં યુવક વિરુદ્ધ બે મિત્રો અન્ય મિત્રોને ખોટી ચઢામણી કરતા હોવાની વાત જાણવા મળતા યુવક ગત રોજ રાત્રિના સમયે મિત્રને ફોન કરીને ઠપકો આપ્યો હતો કે જેથી યુવકને ઘરે મળવા બોલાવ્યો અને ઝઘડો કરીને યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેતા યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાઈ પડ્યો હતો.

ત્યારબાદ યુવકે સારવાર લીધા બાદ બંને મિત્રો સામે રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.રામોલમાં અદાણી સર્કલ નજીક ફ્લેટમાં રહેતા નિરજ ઉર્ફે બાઠીયો ચૌહાણ (ઉ.૨૫) તેના પરિવાર સાથે રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે.

ગત રોજ યુવકે તેના મિત્રને ફોન કરીને કહ્યું કે તારા ભાઈને સમજાવી દે જે મારા વિશે લોકોને ખોટી ખોટી વાતો કરીને ચઢામણી કરવાનું બંધ કરી દે. જેથી આરોપીએ યુવકને કહ્યું મારા ઘરે આવી જા આપણે બેસીને વાત કરી લઈએ, તેથી યુવકે તેનું એક્ટિવા લઈને મિત્રને મળવા સારું પહોંચ્યો હતો.

ત્યારે મિત્ર અને તેનો ભાઈએ ભેગા મળીને વાતચીત કરી રહ્યા હતા તે સમયે બંને ભાઈઓ ભેગા થઈને યુવક સાથે મારમારી કરવા લાગ્યા અને અચાનક જ આકાશ ગુપ્તા ઘરમાંથી તીક્ષણ હથિયાર લઈને આવ્યો અને નીરજ પર હુમલો કરી દીધો હતો.

તીક્ષણ હથિયાર વાગવાથી નિરજ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો ત્યારબાદ પણ બંને ભાઈઓ ભેગા થઈને નીરજને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ સમયે નીરજે બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા અને ઝઘડો કરતા અટકાવ્યા હતા.

ત્યારબાદ ઘાયલ નીરજ એક્ટિવા લઈને બહાર આવ્યો અને તેના મોટાભાઈને બનાવ અંગેની જાણ કર્યા બાદ ૧૦૮ની મદદથી ઘાયલ નીરજને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. નીરજે સારવાર લીધા બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં મિત્ર મુકેશ ગુપ્તા અને આકાશ ગુપ્તા સામે ફરિયાદ નોંધાવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.