Western Times News

Gujarati News

રિયલ લાઈફમાં અનુપમાની પાખીના ઘરે આવ્યું નાનકડું મહેમાન

મુંબઈ, અનુપમા સીરિયલમાં પાખીના રોલમાં જાેવા મળતી એક્ટ્રેસ મુસ્કાન બામણે રિયલ લાઈફમાં અત્યારે ખૂબ ખુશ છે. જેનું કારણે છે તેના પરિવારમાં આવેલું નવું મહેમાન. સીરિયલમાં બતાવાયું છે કે, પાખીના ભાઈ-ભાઈ તોષુ અને કિંજલ જલ્દી જ પેરેન્ટ્‌સ બનવાના છે.

એટલે પાખી ફોઈ બનશે. જાેકે, ફોઈ બનતાં પહેલા રિયલ લાઈફમાં મુસ્કાન બહેન બની ગઈ છે. મુસ્કાનના નાનકડા ભાઈનો જન્મ થયો છે અને તેની સાથેની સુંદર તસવીરો એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરી છે. મુસ્કાન બામણેના કાકા રાજ બામણે અને કાકીને ત્યાં થોડા દિવસ પહેલા જ પારણું બંધાયું હતું. તાજેતરમાં જ મુસ્કાને પોતાના ભાઈના પહેલા ફોટોશૂટની સુંદર ઝલક બતાવી છે.

જેમાં તે પણ પોતાના ભાઈને વહાલ કરતી જાેવા મળી રહી છે. મુસ્કાન બામણેએ વિવિધ તસવીરો શેર કરી છે જેમાં તે પોતાના ભાઈને વહાલ કરતી અને કાકા-કાકી સાથે પોઝ આપતી જાેવા મળે છે.

મુસ્કાને તસવીરો શેર કરતાં લખ્યું, “તમારી દુનિયાને તમારા હાથમાં ઊંચકવાથી વધુ સારી લાગણી કોઈ હોઈ જ ના શકે. પરિવારમાં તારું સ્વાગત છે કિઆન. આ નાનકડો છોકરો બહુ જલ્દી મોટો થઈ રહ્યો છે. હું તેને વધુને વધુ ઈચ્છું છું. હું તને ખૂબ પ્રેમ કરું છું કિઆન.

તારી પાસે દુનિયાની શ્રેષ્ઠ બહેન છે. અભિનંદન કાકા-કાકી. મુસ્કાનના કાકા તેની સાથે ‘અનુપમા’ના સેટ પર આવતા રહે છે ત્યારે તેમનું પણ શોના કલાકારો સાથે સારું બોન્ડિંગ છે. મુસ્કાનની આ તસવીરો પર મુક્કુના રોલમાં દેખાયેલી અનેરી વજાણીએ કોમેન્ટ કરતાં લખ્યું, ‘અભિનંદન ચાચુ.’

વનરાજના રોલમાં દેખાતા સુધાંશુ પાંડેએ લખ્યું, “સુંદર.” સમરના રોલમાં દેખાતા એક્ટર પારસ કલનાવતે પણ બાળક પર પ્રેમ વરસાવ્યો છે. રાજ બામણેએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર દીકરા, પત્ની અને વહાલી ભત્રીજી મુસ્કાન સાથેની તસવીરો શેર કરી છે. જે ખૂબ સુંદર છે.

ફેન્સ પણ આ તસવીરો પર કોમેન્ટ કરીને અભિનંદન પાઠવી રહ્યા છે. રાજ બામણેએ ગત મહિને જ પિતા બનવાના ખુશખબર આપ્યા હતા. એ વખતે ‘અનુપમા’ની સ્ટારકાસ્ટે તેમને શુભકામના આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.