મણિપુરની ઘટના સંદર્ભે મોરા ગામે વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખી
(પ્રતિનિધિ) ગોધરા, મણિપુરની ઘટના સંદર્ભે મોરવા હડફ તાલુકાના મોરા ગામે આદિવાસી સમાજ દ્વારા બંધનું એલાન આપતા વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી.
તાજેતરમાં જ દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલાં મણિપુર રાજ્યમાં આદિવાસી મહિલાઓ સાથેની ધટના ને લઇને સમગ્ર દેશમાં ભારે રોષ જાેવા મળ્યો હતો, આ ઘટનાને લઈને આદિવાસી સમાજ સહિત તમામ સમાજ દ્વારા ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો
આ જ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા આજરોજ ગુજરાત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું, ત્યારે આદિવાસી સમાજના બંધના એલાનને મોરવા હડફ તાલુકાના મોરા ગામમાં વેપારીઓએ સમર્થન કરીને મણિપુરની ઘટનાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો,
મોરવા હડફ તાલુકાના મોરા ગામે સવારથી જ વેપારીઓએ પોતાની દુકાનો સ્વંયભૂ બંધ રાખીને બંધના એલાનને સમર્થન આપ્યું હતું, બીજીતરફ બંધના એલાનને પગલે સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ગામમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.