સરખેજમાં મહારાજા એસ્ટેટ સામેથી મમતા કોમ્પ્લેક્સની પાછળ સુધીનો ટીપી રોડ ખુલ્લો કરાયો
રખિયાલ અને ઈન્ડિયા કોલોની વોર્ડમાં ગેરકાયદે ઈન્ડસ્ટ્રિયલ બાંધકામ પર મ્યુનિસિપલ તંત્ર ત્રાટક્યું
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે દિવાળીના તહેવારોના સમસયગાળામાં પણ ઓપરેશન ડિમોલિશનનો ધમધમાટ ચાલુ જ છે. તંત્રના એસ્સેટ વિભાગે પૂર્વ ઝોનના ઈન્ડિયા કોલોની વોર્ડમાં ગેરકાયદે બંધાયેલા ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના બાંધકામોને તોડી નાંખી બાંધકામકર્તાઓ પાસેથી આકરો દંડ વસૂલ્યો હતો.
તંત્રની આ સખત કાર્યવાહીના પગલે ગેરકાયદે બાંધકામર્તાઓમાં ભારે ફફડાટ જાેવા મળી રહ્યો છે. પૂર્વ ઝોનની ટીપી સ્કીમ નં. ૧૦ (રખિયાલ)ના ફાઈનલ પ્લોટ નં. ૧૦૦ પૈકીમાં ાવેલા જૈન એસ્ટેટના શેડ નં. ૧ ના ફર્સ્ટ ફ્લોરનું ગેરકાયદે બાંધકામ ક રવામાં આવ્યું હતું. ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના એક યુનિટના આશરે ૩૪૪૫ ચોરસ ફૂટ બાંધકામને એસ્ટેટ અને નગર વિકાસ વિભાગના સ્ટાફે દબાણ વાન, ખાનગી મજૂરો, ગેસ કટર અને બ્રેકર દ્વારા અમલવારી કરી તોડી નાંખ્યું હતું.
તેમજ બાંધખામકર્તા પાસેથી રૂા. ૨૫૦૦૦નો વહીવટી ચાર્જ પણ વસૂલવામં આવ્યો હતો. આ ઉપરાંત ટીપી સ્કીન નં. ૧૦ (રખિયાલ)ના ફાઈનલ પ્લોટ નં. ૧૧૧ પૈકીમાં આવેલા સંજય એસ્ટેટના શેડ નં. ૧૫ના ફર્ટ ફ્લોરનું આશરે ૧૬૧૪ ચોર સફૂટ ગેરકાયદે બાંધકામ કપર તંત્ર ત્રાટક્યું હ તું. ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના આ ગેરકાયદે બાંધકામને પણ સત્તાવાળાઓએ જમીનદોસ્ત કરી રૂા. ૨૫૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો.
આ સિવાય ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલા વિકાસ એસ્ટેટના સેકન્ડ ફ્લોરના ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના બાંધકામને એસ્ટેટ વભાગે જીપીએમસી એક્ટ મુજબની નોટિસ ફટકારી તેને સીલ કર્યું હતું. ત્યારબાદ આ બાંધકામને ખાતાકીય અમલ કરી દૂર કરવાની કાર્યવાહી ચાલુ રખાઈ હતી અને આશરે ૫૫૦ ચોરસ ફૂટના બાંધકામને ઉત્તર ઝોનના એસ્ટેટ-ટીડીઓનો સ્ટાફ પાંચ બ્રેકર, એક ગેસ ગટર તથા ખાનગી મજૂરોની મદદથી દબાણ ગાડી સાથે રાખીને દૂર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં ટીપી સ્કીમ નં. ૮૬માં આવેલા મહારાજા એસ્ટેટ સામેથી મમતા કોમ્પ્લેક્સની પાછળ સુધીનો ૧૨ મીટરનો ટીપી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.