સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ઘઉંનુ અનેક ગણુ વાવતેર થયું

અમરેલી, પહેલા ખેડૂતોને ઘઉંના સામાન્ય ભાવ મળતા હતાં. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઘઉંના સારા ભાવ મળી રહ્યા છે. જેના કારણે ઘઉંના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર કર્યું છે.
ઘઉંના વાવેતરને લાંબો સમય થઇ ગયો છે. ત્યારે બીજી તરફ ઘઉંના ભાવમાં ધીમા પગલે તેજી આવી રહી છે. છેલ્લા એક મહિનામાં ઘઉંના ભાવમાં ૫૦ રૂપિયા જેવો વધારો થયો છે. હાલ ભાવ વધતા ખેડૂતોમાં આનંદ છે.
સૌરાષ્ટ્રના જુદા જુદા યાર્ડની વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં ૧,૩૦૦ થી ૧૪૦૦ ગુણીની આવક નોંધાઇ હતી જ્યારે ૫૧૦ થી ૫૧૫ સરેરાશ ભાવ રહ્યા હતા. સારી ક્વોલિટીના ૫૫૦ થી ૬૧૦ રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. ગોંડલ યાર્ડમાં ૧૩૦૦ ગુણીની આવક નોંધાઇ હતી. જેમાં લોકવનનો બજાર ભાવ ૪૫૦ થી ૬૧૨ રૂપિયા બોલાયો હતો.
જ્યારે ટુકડાનો ભાવ ૫૫૦ થી ૭૨૬ રૂપિયા બોલાયો હતો. સુપરનો ભાવ ૬૫૦ રૂપિયા બોલાયો હતો. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે. અમરેલી યાર્ડમાં એક અઠવાડિયાના ઘઉં લોકવનનો ભાવ સરેરાશ ૫૨૨થી ૬૦૫ રૂપિયા બોલાયો હતો. જ્યારે ટુકડાનો ભાવ ૫૧૨થી ૬૨૦ રૂપિયા સુધી બોલાયો હતો અને અંદાજીત એવરેજ ૩૦૦ ક્વિન્ટલની પ્રતિદિન આવક નોંધાઇ હતી. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક થઈ હતી.
લોકવન ઘઉંની ૫૫૦ થી ૫૮૦ રૂપિયા ભાવ બોલાયો હતો. સાથે જ ટુકડા ઘઉંનો ભાવ ૫૫૦ થી ૬૦૦ રૂપિયા સરેરાશ રહ્યા હતા. કોડીનાર યાર્ડમાં ઘઉંની આવક ૨૫૦ ગુણીની નોંધાઇ હતી. જેનો ભાવ ૪૭૦ થી ૬૨૨ રૂપિયા સુધી નોંધાયો હતો.SS1MS