Western Times News

Gujarati News

સોજીત્રામાં રસ્તા – પાણી મુદ્દે આવેદનપત્ર સુપરત

ત્રણ દિવસનું અલ્ટીમેટમ, નહીં તો આંદોલન ઃ ચીફ ઓફિસર સામે નારાજગી

(પ્રતિનિધિ)પેટલાદ, સોજીત્રા નગરપાલિકા હદ વિસ્તારના લગભગ તમામ રસ્તાઓ ઉબડ ખાબડ થઈ ગયા છે. રસ્તાઓની બિસ્માર હાલતને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમાંય વરસાદને કારણે અનેક વિસ્તારો જળ બંબાકાર થઈ જાય છે.

આ વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નહીં હોવાને કારણે દિવસો સુધી પ્રજા હેરાન પરેશાન રહે છે. આ સમસ્યાઓને લઈને આજે સોજીત્રા પાલિકાના વિપક્ષ કાઉન્સિલરે ચીફ ઓફિસરને લેખિતમાં આવેદન આપી રજૂઆત કરી છે. આ પ્રશ્નોને હલ કરવા પાલિકાને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જાે રસ્તા અને વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલન કરવાની ચિમકી પણ કાઉન્સિલરે આપી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સોજીત્રા પાલિકાના વિપક્ષ કાઉન્સિલર મહેબૂબભાઈ વ્હોરાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં વરસાદી પાણીના નિકાલ તથા ઉબડ ખાબડ રસ્તાઓના પ્રશ્નની રજૂઆત કરતા ઉલ્લેખ કર્યો છે કે દર બે વર્ષે રસ્તાઓનું રિ-સરફેસિંગ કરવામાં આવે છે. છતાં રસ્તા ઉપર ખાડા પડી જાય છે. કેટલાક વિસ્તારના આરસીસી રસ્તા ઉપર જ ડામર પાથરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ પણ આવેદન દ્વારા કરવામાં આવ્યો છે.

નગરના મુખ્ય ચોકડીથી જૂના બસ? સ્ટેન્ડ સુધીનો રાજમાર્ગ એટલી હદ સુધી ખખડધજ થઈ ગયો છે કે નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે. ઉપરાંત રાણા ચોક, સમડી ચકલા, વ્હોર વાડ, વણકરવાસ? રોડ, ચાર કુવા ભાગોળ, ચોતરા વિસ્તાર, પાલિકા બહારનો રસ્તો, ખોડીયાર માતા મંદિર રોડ વગેરે રસ્તાઓની હાલત બિસ્માર જાેવા મળે છે.

રસ્તાની સમસ્યા સાથે વરસાદી પાણીના નિકાલનો પણ પ્રશ્ન છે. ચોતરા વિસ્તાર ચોમાસામાં જળ બંબાકાર થઈ જાય છે. આ વિસ્તારમાંથી વરસાદના પાણીનો નિકાલ નહીં થતાં દિવસો સુધી ખાબોચિયાં ભરાઈ રહે છે, જેને કારણે અસહ્ય ગંદકી ફેલાય છે.

આ અંગે પણ મહેબૂબભાઈ વ્હોરાએ રજૂઆત કરી છે. છેલ્લા બે વર્ષથી સોજીત્રા પાલિકાના અણઘડ વહિવટ ચાલતો હોવાની રજૂઆત સાથે આ વખતે આ સમસ્યાઓનો નિકાલ ત્રણ દિવસમાં કરવા ચીફ ઓફિસરને અલ્ટીમેટમ આપ્યું છે. જાે સત્વરે ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

સીઓને લીધા આડે હાથ
આવેદન દ્વારા મહેબૂબભાઈ વ્હોરાએ ચીફ ઓફિસરને કહ્યું છે કે તમને સોજીત્રા શહેરની સમસ્યાઓના નિરાકરણ માટે સરકારે મૂક્યા છે. તમારે શહેરના વિસ્તારોની મુલાકાત લેવી જાેઈએ. તમે ફક્ત પાલિકામાં આવી ઓફિસમાં બેસી રહો તો નહીં ચાલે. જાે અમારી રજૂઆતને ગંભીરતાથી નહીં લો તો ચીફ ઓફિસર વિરૂદ્ધ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો ઉલ્લેખ આવેદનમાં કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.