Western Times News

Gujarati News

ઉનાળામાં બગીચા રાતે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે

ડાકોર પદયાત્રીઓ માટે મેડિકલ સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે ઃ દેવાંગ દાણી

ગોતામાં યુ ૨૦ પાર્ક બનાવવામાં આવશેઃ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ સત્તાધીશો ઉનાળાની શરૂઆતની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. નાગરિકો ને સંભવિત હિટ વેવ થી બચાવવા માટે તમામ બગીચા મોડી રાત સુધી ખુલ્લા રાખવામાં અને ઠેર ઠેર પાણીની પરબો મૂકવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડાકોર જનાર પદયાત્રીઓ માટે મેડિકલ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેમજ સોલા વિસ્તારમાં યુ ૨૦ પાર્ક ડેવલપ કરવામાં આવશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગભાઈ ના જણાવ્યા મુજબ ઉનાળાની સીઝનમાં તમામ બગીચા સવારે ૦૬ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. હાલ, બપોરે ૧૨ થી ૨ રિશેષ રહે છે તેમજ રાતે ૧૦ વાગે બગીચા બંધ કરવામાં આવે છે. ગરમીની ઋતુમાં વિવિધ એન.જી.ઓ.ની મદદથી પાણીની પરબો પણ શરૂ કરવામાં આવશે.

હોળી ના તહેવાર દરમ્યાન ડાકોર જનાર પદયાત્રીઓ માટે તા. ૧૮/૦૩/૨૦૨૪ થી ૨૪/૦૩/૨૦૨૪ સુધી કુલ ૭ દિવસ માટે જસોદા નગર ચાર રસ્તાથી ખાત્રજ ચોકડી સુધી ઈશ્વર ફાર્મ ભુમાપુરા પાટીયા પાસે, હાથીજણ ગુરુકુલ પાસે, બગોદરા પાટીયા પાસેહિરાપુર ચોકડી પાસે, ખારી નદી પુલ પાસે,સ્વામીનારાયણ વિદ્યાધામ પાસે મેડિકલ સહિત ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

આ ઉપરાંત ભક્તિપથ પર વિસામાની સુવિધાઓ, મંડપની સુવિધાઓ, મોબાઈલ ટોયલેટ, ફલડ લાઈટ,પીવાના પાણીની , ન્યુસન્સ ટેન્કરની સુવિધાઓ, ફાયર બ્રિગેડની સુવિધાઓ,એમ્બુલન્સની સુવિધાઓ, જંતુનશક દવાના છંટકાવ , રોડની બન્ને બાજુ જેસીબીથી સફાઈ તથા માટી પુરાણ જેવી વિવિધ સુવિધાઓ પણ આપવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ બોપલ, ઘુમા, કાઠવાડા, નાના ચિલોડા ગ્રામપંચાયત કે પાલિકા માં ફિક્સ પગાર થી ફરજ બજાવતા ૫૦ કર્મચારીઓનો મ્યુનિ.કોર્પોરેશન માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા નો વધારો કરવામાં આવ્યો છે સોલા વિસ્તારમાં ટીપી ૫૬ ના ફાઇનલ પ્લોટ નંબર ૨૬૯ ની અંદાજે ૭૩૦૦ ચોરસ મીટર જમીન પર યુ ૨૦ પાર્ક ડેવલપ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં યોજાયેલ યુ-૨૦ સમિતમં દેશ-વિદેશના ૧૦૦ થી વધુ ડેલીગેટસ દ્વારા યુ-૨૦/જી-૨૦ અંતર્ગત આ સ્થળે વૃક્ષારોપણ કરવામ આવેલ છે.યુ ૨૦ પાર્કમાં આકર્ષક એન્ટ્રી ગેટ જેમાં યુ ૨૦ ડેલીગેટસ દ્વારા કરેલ વૃક્ષારોપણ ના હેન્ડ પ્રીન્ટ મુકવા, વોક-વે, બંબુ ટનલ, ગજેબો,વોટર બોડી,ટોઇલેટ બ્લોક, લાઇટીંગ વ્યવસ્થા, પાણીના બોર સાથે નેટવર્ક કરી ઈરીગેશનની વ્યવસ્થા તેમજ રમતગમતના તેમજ જીમ ના સાધનો મુખ્ય આકર્ષણ રહેશે.

“મિશન ૩ મિલીયન ટ્રીઝ” અભિયાન અંતર્ગત સમગ્ર શહેરમાં કરવામાં આવનાર વૃક્ષારોપણ થકી અમદાવાદ શહેરનું ગ્રીન કવર ૧૫% સુધી લઇ જવાના ભાગરૂપે અ.મ્યુ.કો. પોતાની જરૂરીયાત મુજબના રોપા તૈયાર કરી શકે અને શહેરનાં ગ્રીન કવરમાં વધારો થાય તે હેતુથી પૂર્વઝોનનાં નિકોલ વોર્ડમાં આવેલ નર્સરીને હાઇટેક નર્સરી બનાવવા માટે (૧) પોલી હાઉસ માટે રૂ.૩૭.૭૨ લાખ અને (૨) નેટ હાઉસ માટે રૂ.૩૨.૧૯ લાખ ના ખર્ચે બનાવવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.