Western Times News

Gujarati News

સુરતમાં વિસર્જનયાત્રામાં ટ્રેક્ટરનું ટાયર ફાટતા વિશાળ પ્રતિમા ખંડિત થઈ

સુરત, સુરતમાં વિધ્નહર્તાની વિસર્જન યાત્રામાં જ વિÎન નડ્યું હતું. ભેસ્તાન વિસ્તારમાં ગણેશ વિસર્જન યાત્રામાં એક ટ્રેક્ટરનું ટાયર ફાટતાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું. ટ્રેક્ટરમાં લઈ જવાતી વિશાળકાય ગણેશજીની પ્રતિમા રસ્તા પર પડતાં ખંડિત થઈ ગઈ હતી.

અનેક ગણેશ ભક્તો દુઃખી થયા હતા. ભેસ્તાનના ભૈરવ નગરમાં પૂર્વ કાર્પાેરેટરની સોસાયટીમાંથી આજે ગણેશ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા ભેસ્તાન ભૈરવ નગર રોડ પર પહોંચી હતી ત્યારે અચાનક ટ્રેક્ટરના ટાયરમાં બ્લાસ્ટ થયો હતો.

ચાલુ ટ્રેક્ટરમાં ટાયર ફાટતાં ટ્રેક્ટર પલટી થઈ ગયું હતું અને ટ્રેક્ટરમાં મૂકેલી ગણેશજીની પ્રતિમા પણ રસ્તા પર પડીને તૂટી ગઈ હતી. આ પ્રતિમાને કૃત્રિમ તળાવ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રતિકાત્મક વિસર્જન કરાયા બાદ વિસર્જન માટે દરિયામાં લઈ જવામાં આવી હતી.

શહેરના ભાગળ ચાર રસ્તા પર ભક્તો વિસર્જન યાત્રા વખતે ફટાકડા ફોડી રહ્યાં હતાં. દરમિયાન એક ફટાકડાનો તણખો ગણપતિની મૂર્તિની પાછળના કપડાં પર લાગતા આગ લાગી હતી. લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. યાત્રામાં જોડાયેલા ભક્તોએ ચપળતા દાખવીને પાણી નાંખી આગ સમયસર ઓલવી નાંખતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.