સુરતમાં યુવાને પરિણીતા ઉપર આચર્યુ દુષ્કર્મ

Files Photo
સુરત, શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય પરિણીતાને એક યુવાને હવસનો શિકાર બનાવી છે. યુવક દ્વારા પરિણીતાને બ્લેકમેઇલ કરીને વારંવાર હવસનો શિકાર બનાવવામાં આવતી હતી, જેથી કંટાળેલી મહિલાએ બાદમાં રાજસ્થાનમાંથી ઝીરો એફઆઇઆર નોંધાવી છે, હાલમાં પોલીસ આ મામલે તપાસ શરૂ કરીને આરોપીની શોધખોળ કરી રહી છે.
સુરતમાં એક યુવકે પરિણીતાને હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે, શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય પરિણીતાને એક મુસ્લિમ યુવક દ્વારા વારંવાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ઘટનાની વિગતો એવી છે કે, પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના અમરોલીમાં ૨૫ વર્ષીય પરિણીતા મહિલાને એક યુવક દ્વારા ઘેનની દવા પીવડાવ્યા બાદ દુષ્કર્મ આરવામાં આવ્યુ હતુ, આ પછી યુવકે પરિણીતાનો વીડિયો બનાવી લીધો અને વારંવાર પરિણીતાને બ્લેકમેલ કરવામાં આવતી હતી. મહિલાનો આરોપ છે કે, બ્લેકમેઇલ કરીને મુસ્લિમ યુવકે પરિણીતા પાસેથી ૬૦ હજાર રૂપિયા પણ પડાવ્યા હતા.
જોકે, આ કંટાળેલી પરિણીતા મહિલાએ આખરે રાજસ્થાનમાંથી યુવાન વિરૂદ્ધ જીરો એફઆઇઆર નોંધાવી હતી. હાલમાં આ દુષ્કર્મ અને બ્લેકમેઇલ ઘટનામાં અમરોલી પોલીસ હવસખોર ઇરફાન વિરૂદ્ધ આઇટીએક્સ અને દુષ્કર્મની કલમો અંતર્ગત કેસ નોંધીને તપાસ કરી રહી છે. હાલમાં શોધખોળ ચાલુ છે.SS1MS